અકસ્માત : દાહોદ નજીક પાટા પરથી ઉતરી ગઈ માલગાડી, વીજકેબલ અને ટ્રેકને નુકસાન થતાં ટ્રેનો ડાયવર્ટ કરવી પડી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-18 12:25:11
  • Views : 250
  • Modified Date : 2022-07-18 12:25:11


અકસ્માત : દાહોદ નજીક પાટા પરથી ઉતરી ગઈ માલગાડી, વીજકેબલ અને ટ્રેકને નુકસાન થતાં ટ્રેનો ડાયવર્ટ કરવી પડી


દાહોદ નજીક દિલ્હી-મુંબઈ મુખ્ય રેલવે ટ્રેક પર મંગલ મહુડી નજીક માલગાડીને અકસ્માત નડ્યો છે. માલગાડી પાટા ઉપરથી ઉતરી જતા 12થી વધુ ડબ્બા એકબીજા પર ચઢી ગયા હતા. જેના કારણે દિલ્હી-મુંબઈ વચ્ચેનો રેલવે વ્યવહાર ખોરવાયો છે. આ કારણોસર નવ ટ્રેનને ડાયવર્ટ કરવામાં આવી છે.


ટ્રેન ઉપર વીજળીના કેબલમાં ભારે નુકસાન


માલગાડી પાટા પરથી ઉતરી જતા દિલ્હી-મુંબઈ રેલમાર્ગને અસર થઇ છે. રેલવેના ડબ્બા પાટા પરથી ઉતરી જતા ટ્રેન ઉપર વીજળીના કેબલમાં ભારે નુકસાન થયું છે. એ સિવાય રેલવેના પાટાને પણ ભારે નુકસાન થયું છે. જો કે, આ ઘટનાની જાણ થતા જ રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા.


મળતી માહિતી મુજબ, માલગાડી રતલામ તરફથી આવી રહી હતી. દરમિયાન રાત્રે 12:30 વાગ્યે કોઈ કારણોસર પાછળથી 17થી 18 ડબ્બા છુટ્ટા પડી ગયા હતા. ડબ્બાના વ્હીલ નીકળીને ટ્રેકની આજુબાજુમાં પડ્યા હતા. આ ઉપરાંત રેલવેના ડબ્બા એકબીજા ઉપર ચઢી જતા ડબ્બાઓમાં રહેલો સામાન પણ આસપાસ ઢોળાઇ ગયો હતો. તદુપરાંત અકસ્માતના પગલે રેલવે લાઇનનો કેબલ તૂટી ગયો હતો. રેલવેનો ટ્રેક પણ ઉખડી ગયો હતો.


રેલ વ્યવહારને પૂર્વવ્રત કરવાની કામગીરી આરંભી દેવાઇ હતી


જો કે, તમને જણાવી દઇએ કે, અકસ્માતના પગલે વહેલી સવારથી જ રેલવે તરફથી રેલ વ્યવહારને પૂર્વવ્રત કરવાની કામગીરી આરંભી દેવાઇ હતી. આ અકસ્માતને પગલે રેલવેના અધિકારીઓ એવું ઇચ્છી રહ્યાં છે કે, બપોર સુધીમાં કેબલ જોડવાથી લઈને ટ્રેક સરખો થઈ શકે છે. એટલે કે બપોર બાદ આ રૂટ ફરીથી શરૂ થઈ શકે છે


જુઓ કઇ-કઇ 9 ટ્રેનો ડાયવર્ટ કરવામાં આવી?


આ મામલે DRM - Mumbai Central, WR તરફથી ટ્વિટ કરવામાં આવ્યું છે કે, 'રતલામ ડિવિઝન ખાતે ગુડ્સ ટ્રેન પાટા પરથી ઉતરી જતાં નીચેની ટ્રેનોને ડાઇવર્ટ કરવામાં આવી છે. જેના ટ્રેન નંબર છે 12228, 12910, 12952, 12954, 22902, 12926, 22195, 20941, 19019.'


 


 


Download Our B K News Today App



Related News