ધારેવાડા પાટીયા નજીક અકસ્માત :બેનાં મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-05 10:39:27
  • Views : 471
  • Modified Date : 2019-05-05 10:39:27

સિધ્ધપુર નજીક ધારેવાડા પાટીયા પાસે આયસર અને  કાર વચ્ચે  અકસ્માત સર્જાયો હતો. જેમાં અમદાવાદના સ્ટ‹લગ હોસ્પિટલના ર્ડા. તુષાર પટેલ અને તેમના ડ્રાયવર બ્રીજ કિશોરનું મોત નિપજયું હતું.ર્ડા. તુષાર પટેલ પોતાના પુત્ર  સાથે અંબાજી દર્શન કરવા ગયા હતા. જ્યારે દર્શન કરી પરત આવતા સમય ધારેવાડા પાસે સિધ્ધપુર તરફથી આવતું આયસર ટ્રક રોંગસાઈડ આવી જતા એકસયુવી કારને ધડાકાભેર ટકરાતા ડ્રાયવર અને ર્ડા.તુષાર પટેલને માથા અને પગના ભાગે ગંભીર  ઇજાઓ પહોંચી હતી. ત્યારે ૧૦૮ જાણ કરતાં ઘટનાસ્થળે પહોંચી હતી.  જ્યારે ૧૦૮ ની મદદથી બંનેને સિધ્ધપુર સિવિલ હોસ્પિટલ લઇ જવાયા હતા. જ્યારે અકસ્માતની જાણ તેમના સગાં-સંબંધીઓને થતાં તેમજ સિધ્ધપુર અને મહેસાણાના ખાનગી હોસ્પિટલોના પ્રખ્યાત તબીબોને અકસ્માતની જાણ થતાં તેઓ તુરંત સિધ્ધપુર સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જ્યારે સારવાર દરમ્યાન બંન્ને મૃત્યુ જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે ડો. તુષાર પટેલના પુત્રને અમદાવાદ ખાતે રીફર કરવામાં આવ્યો હતો


Download Our B K News Today App



Related News