પાલનપુર-આબુ હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત, બંને ટ્રકના ડ્રાઈવર ગંભીર રીતે ઘાયલ થયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-09 16:15:47
  • Views : 291
  • Modified Date : 2021-03-09 16:15:47

    બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતમાં દિનપ્રતિદિન વધારો થતો જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા પાલનપુર-આબુરોડ હાઇવે બાલારામ બ્રિજનું સમારકામ હોવાથી ડાઈવર્જન આપવામા આવેલું છે. જેથી બાલારામ બ્રીજ ના આજુબાજુ અવારનવાર ડ્રાઈવરો ઓવરટેક ના કારણે અકસ્માત સર્જાતા હોઈ છે.

    બે દિવસ અગાઉ બ્રીજ નજીક બે ટ્રક સામસામે ટકરાતા બન્ને ટ્રક ડ્રાઈવર ટ્રકમાં ફસાઈ ગયા પોલીસ તેમજ એલ.એન્ડ. ટી વિભાગ દ્વારા ભારે મેહનત બાદ નીકળવામાં આવ્યો હતો તેને લઈ હાઇવે પર લાંબી કિલોમીટર સુધી વાહનોની લાઈનો લાગી હતી આજે ફરી બાલારામ બ્રીજ નજીક ઓવરટેક ના કારણે બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો બંને ટ્રક સામસામે ટકરતા બંને ડ્રાઈવરો ફસાઇ ગયા હતા પોલીસ તેમજ એલ.એન્ડ.ટી વિભાગ ને ઘટના ની જાણ થતાં ઘટના સ્થળ પર દોડી આવી હતી અને બંને ફસાયેલ ડ્રાઈવરો મેં ભારે જહેમત બાદ નીકળ્યા હતા.

Download Our B K News Today App



Related News