કાંકરેજના ખોડલા ગામ પાસે બે ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત : ઇજાગ્રસ્ત ડ્રાઈવરને ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-12 11:06:09
  • Views : 189
  • Modified Date : 2022-06-12 11:06:09


ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતોના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં નેશનલ હાઈવે પર મોટા હેવી વાહનોના ગફલત ફર્યા ડ્રાઇવિંગ ના કારણે વારંવાર નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે વારંવાર સર્જાતા અકસ્માતોને અત્યાર સુધી અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે તો અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે ત્યારે આવો જ એક અકસ્માત આજે કાંકરેજ તાલુકાના ખોડલા ગામ પાસે સર્જાયો હતો જેમાં ખોડલા ગામ પાસે બે ટ્રકો સામસામે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત ટ્રક ડ્રાઇવરને બહાર નીકળવામાં આવ્યો હતો.જે બાદ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે ટ્રક ડ્રાઇવરને ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ડ્રાઈવર ની હાલત વધુ ગંભીર હોવાના કારણે વધુ સારવાર અર્થે પાલનપુર ખાતે ખસેડવામાં આવ્યો હતો

Download Our B K News Today App



Related News