બનાસકાંઠાના ઇકબાલગઢ પાસે બે ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત : બંને ટ્રકના ડ્રાઇવર ફસાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-07 17:48:47
  • Views : 286
  • Modified Date : 2021-03-07 17:48:47

    બનાસકાંઠા જિલ્લામાં રોજેરોજ અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે તેવામાં આજે પાલનપુર-આબુરોડ નેશનલ હાઇવે 27 પર બાલારામ બ્રિજ નું કામ ચાલી રહ્યું છે તેના કારણે હાઇવે પર ડાયવર્જન આપી સિંગલ રોડ પર વાહનો અવાર જવાર કરી રહ્યા છે તે દરમ્યાન ઇકબાલગઢ પાસે ઓવર ટેક કરવા જતાં બે ટ્રક સામસામે આવી ટકરાઈ જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે બંને ટ્રક ના ડ્રાઇવર અકસ્માત ગ્રસ્ત ટ્રકો માં ફસાઈ ગયા હતા જેઓને કલાકો ની ભારે જહેમત બાદ બહાર કાઢી સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવ ને પગલે સિંગલ રોડ પર વાહનો ની અવરજવર હોવાથી ટ્રાફિક જામ થઈ ગયો હતો જેથી અમીરગઢ પોલિશ તેમજ એલ.& ટી વિભાગ ની ટિમ પણ ઘટના સ્થળે તત્કાલીન આવી પહોંચી હતી અને રાહત કામગીરી શરૂ કરી ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો.

Download Our B K News Today App



Related News