સરથાણામાં ખડસદ રોડ પર બે વૈભવી કાર વચ્ચે અકસ્માત, 2ના મોત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-23 14:25:49
  • Views : 93
  • Modified Date : 2023-06-23 14:25:49

 રાજ્યમાં વારંવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. આવી જ એક ઘટના સુરતમાં સામે આવી છે. સુરતના સરથાણામાં ખડસદ રોડ પર બે કાર વચ્ચે અકસ્માતની ઘટના બની છે. વૈભવી કાર વચ્ચેના અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. કારમાં ફસાયેલા ઈજાગ્રસ્તોને પતરા કાપીને બહાર કઢાયા છે.ઘટનાની જાણ થતાની સાથે જ તાત્કાલીક ધોરણે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને કારમાં સવાર ઈજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા. જેમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને તાત્કાલીક ધોરણે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસે અકસ્માત મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News