ભાવનગરમાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માતઃ અમરેલીના બાબરાના એક જ પરિવારના પરિવારના ત્રણ લોકોનાં મૃત્યુ…

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-05-02 18:15:48
  • Views : 65
  • Modified Date : 2025-05-02 18:15:48

 જિલ્લાના વલભીપુર તાલુકાના કાનપર ગામ નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. આધેડનું ઘટના સ્થળે અને અન્ય બે લોકોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયા હતા.

અમરેલી જિલ્લાના બાબરા ગામમાં રહેતા જય બોરસાણિયા અને તેમના પત્ની એકતા બોરસાણીયા અને દાદા ભુપત બોરસાણિયા તેમજ જયભાઈના ભાઈ ધ્રુવભાઈ જિતેન્દ્રકુમાર બોરસાણિયા અને તેમના પત્ની દૃષ્ટિબેન બે અલગ અલગ કાર લઈને અમદાવાદથી બાબરા જવા માટે નીકળ્યા હતા. દરમિયાન વલભીપુરના કાનપર ગામ નજીક પહોંચ્યા હતા ત્યારે કાનપર ગામ પહેલા નાળા ઉપર વલભીપુર તરફથી આવી રહેલી ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થતા કારમાં જઈ રહેલા જયભાઈ, તેમના પત્ની એકતાબેન અને દાદા ભૂપતભાઈને ગંભીર ઇજા થઈ હતી. આ ઘટનામાં ઇજાગ્રસ્ત ભુપતભાઈ (ઉં.વ. 80)નું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. અન્ય બે લોકોના હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયા હતા. પરિવારજનોમાં ભારે શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.

Download Our B K News Today App



Related News