ડીસાની દિપક હોટલ પાસે ટ્રક અને એક્ટિવા વચ્ચે સર્જાયો અકસ્માત : એકનું મોત ,એક ઘાયલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-13 10:57:50
  • Views : 330
  • Modified Date : 2022-04-13 10:57:50

બનાસકાંઠાના ડીસા ખાતે આવેલ દિપક હોટલ થી તરફ કાંટ તરફ જતા માર્ગ પર ટ્રક અને એક્ટીવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમ એક્ટીવા પર સવાર બે શિક્ષક રોડ પર પટકાયા હતા.જેમાં એક શિક્ષક નું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.તેમજ અન્ય એક શિક્ષક ઘાયલ થતાં સારવાર માટે ખસેડાયા હતો...

 

બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળ્યો છે ત્યારે આજે વધુ એક ડીસા ખાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે આવેલ દિપક હોટલ પાસે ડીસાથી કાંટ તરફ જતા માર્ગ  કાંટ ખાતે આવેલ શ્રી સર્વોદય વિવિધલક્ષી વિદ્યાલય  મા શિક્ષક તરીકે ફરજ બજાવતા રાહુલભાઈ મોઢ તેમજ એક અન્ય શિક્ષકા રાબેતા મુજબ શાળામાં પોતાનું શિક્ષણ કાર્ય પૂર્ણ કરી એક્ટીવા પર બેસી ડીસા તરફ આવી રહ્યા હતા દરમિયાન ડીસા દિપક હોટલ પાસે પૂરઝડપે આવી રહેલા એક ટ્રકચાલકે એક્ટીવા પર સવાર બંને શિક્ષકોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં એક્ટીવા પર સવાર બે શિક્ષક રોડ પર પટકાયા હતા જેમાં રાહુલભાઈ મોઢ નામના શિક્ષક નું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.તેમજ અન્ય એક શિક્ષકા ઘાયલ થયા હતા.અકસ્માત ના પગલે ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક પોલીસ ને જાણ કરાતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.જેમાં અકસ્માતમાં ઇજાગ્રસ્ત શિક્ષિકાબેનને  ઇજા થતાં સારવાર માટે ભણસાલી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતો.તેમજ આ અકસ્માત માં રાહુલભાઈ મોઢ નું મોત થતા 2 પુત્રોએ પિતાની છત્રછાયા ગુમાવી હતી.પોતાના પુત્રના મોતથી પરિવારમાં માતમ છવાયો હતો. દિપક હોટલ પાસે અકસ્માત સર્જનાર ટ્રક ચાલક ને પોલીસે ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે...

Download Our B K News Today App



Related News