ભાભર રોડ પર ટ્રેલર અને ટેન્કર વચ્ચે સર્જાયો અકસ્માત : બે લોકો આગની જ્વાળાઓમા બળીને ખાખ, એક ઘાયલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-20 11:15:22
  • Views : 265
  • Modified Date : 2022-04-20 11:15:22

ભાભર રોડ પર ટ્રેલર અને ટેન્કર વચ્ચે સર્જાયો અકસ્માત : બે લોકો આગની જ્વાળાઓમા બળીને ખાખ, એક ઘાયલ

ભાભર રોડ પર ટ્રેલર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા આગ લાગી હતી જેમાં બે લોકો બળી ગયા હતા જ્યારે એકને સારવાર અર્થે હોસ્પિટલ હસેડવામાં આવ્યો હતો..હાઇવે પર અકસ્માતની ઘટના છાશવારે બનતી હોય છે જ્યારે આવા અકસ્માતમાકેટલાકલોકોને નાની મોટી ઈજાઓ થાય છે તો ઘણી વાર લોકોએ પોતાનો જીવ પણ ગુમાવવો પડે છે..ત્યારે કોતરવાડાના એક પેટ્રોલ પંપની સામે ભાભર રોડ પર રાત્રિના સમયે બે મોટી ગાડીટ્રેલર અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.. અકસ્માત સર્જાતા કેમિકલ ભરેલા ટેન્કરમા આગ લાગી હતી..ત્યારે આજુબાજુના લોકોને આગ ની જાણ થતાં જ થરાદ નગર પાલિકાના ફાયરવિભાગના અધિકારીઓને જાણ કરતાં અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા પણ તે પહેલાજ બે લોકોની ચપેટમાં આવી ગયા હતા અને આગની જ્વાળાઓમા બળીને ખાખ થતાં પોતાનો જીવ ગુમાવી ચૂક્યા હતા..જ્યારે એકનેગંભીર ઇજાઓ થતાં તેને  સારવાર અર્થેનજીકની હોસ્પિટલમાં ખસેડ વામા આવ્યો હતો..થરાદ ફાયર બ્રિગેડના અધિકારી ઓ p m ના બંદોબસ્તમા હોવા છતા આગનો કોલ અટેન્દ કર્યો હતોઅને તાત્કાલિક ધોરણે આગને કાબુમાં લેવા માટે પહોંચી ગયા હતા.

Download Our B K News Today App



Related News