સ્કોર્પિયો અને કન્ટેનર વચ્ચે અકસ્માતમાં 8 લોકોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ, કચ્ચરઘાણ થઈ ગયેલી સ્કોર્પિયોની બોડીને કાપીને મૃતદેહો અને ઇજાગ્રસ્તોને બહાર કઢાયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-11 12:32:08
  • Views : 701
  • Modified Date : 2021-03-11 12:32:08

    ઉત્તરપ્રદેશના આગરામાં ગુરુવારે વહેલી સવારે એત્માદૌલા વિસ્તારમાં ડિવાઇડર તોડીને રોંગ સાઇડમાં પહોચેલી સ્કોર્પિયો સામેથી આવી રહેલા કન્ટેનર સાથે અથડાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં કારમાં સવાર આઠ લોકોનાં ઘટનાસ્થળે જ મૃત્યુ થયાં હતાં. ચાર લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મૃતકોની ઓળખ હજુ થઈ નથી. સ્કોર્પિયોનો રજિસ્ટ્રેશન નંબર ઝારખંડનો છે.મળતી માહિતી મુજબ, હાઇવે પર અકસ્માત સવારે 5.15 કલાકે થયો હતો. એત્માદપુર તરફથી આવી રહેલી એસયુવી બેકાબૂ થઈને ડિવાઇડર પર ચઢીને રોંગ સાઈડ પર પહોંચી હતી. કન્ટેનરનો ડ્રાઈવર કારને બચાવવાના ઘણા પ્રયાસ કર્યા, પણ વધારે સ્પીડને કારણે નિષ્ફળ રહ્યો. અકસ્માત બાદ કન્ટેનરનો ડ્રાઈવર અને ક્લીનર નાસી છૂટયા હતા.

    અકસ્માત એટલો ભયાનક હતો કે સ્કોર્પિયોનો કચ્ચરઘાણ થઈ ગયો હતો. કચ્ચરઘાણ થઈ ગયેલી કારની બોડીને કાપીને લગભગ એક કલાકના પ્રયત્નો બાદ મૃતદેહો અને ઈજાગ્રસ્તોને બહાર કાઢવામાં આવ્યા. પોલીસે સ્થાનિક લોકોની મદદથી ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા.


Download Our B K News Today App



Related News