ડીસાના કુચાવાડા નજીક રિક્ષા અને ટેન્કર વચ્ચે સર્જાયો અકસ્માત : 2 યુવકોના સારવાર દરમિયાન મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-07 11:56:03
  • Views : 626
  • Modified Date : 2021-12-07 11:56:03

બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે ત્યારે આજે એક વધુ અકસ્માતની ઘટના સામે આવી છે ડીસા તાલુકાના વિઠોદર ગામે રહેતા દશરથભાઈ જગમાલભાઇ પરમાર કૂચાવાડા ખાતે ગેરેજ નો ધંધો કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને પોતાની રિક્ષા નંબર GJ-08-AT-4590 ની લઈ તેના કાકા નો દીકરો સંજયભાઈ  બંને સાથે રીક્ષા લઇ જઇ રહ્યા હતા તે દરમિયાન  કૂચાવાડા પાસે આવેલ કનૈયા હોટલ પાસે   પુરઝડપે ગફલતભરી ડ્રાઇવિંગ કરી એક ટેન્કરના ચાલકે રીક્ષા ના પાછળના ભાગે જોરદાર ટક્કર મારી અકસ્માત સર્જાયો હતો જેમાં રિક્ષામાં બેસેલા દશરથભાઈ પરમાર તેમજ તેના કાકાનો દીકરો  સંજયભાઈ રોડ પર પટકાયા હતા અકસ્માત સર્જી ટેન્કર ચાલક પોતાનું ટેન્કર લઈ ત્યાંથી નાસી ગયેલ હતો.અકસ્માતની જાણ થતાં આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક અકસ્માતમાં ઘાયલ થનારા દશરથભાઈ પરમાર તેમજ સંજયભાઈ ને ખાનગી વાહન મારફતે ડીસા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા જેમાં ફરજ પરના તબીબે દશરથભાઈ જગમાલભાઇ પરમાર નું મોત થયું હતું હોવાનું જણાવ્યું હતું.તેમજ સંજયભાઈ ને વધુ ઇજા થતાં ડીસાની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરિમયાન તેમનું પણ મોત નીપજ્યું હતું.મૃતક દશરથભાઈ પરમાર ના ભાઈ પીન્ટુભાઇ જગમાલભાઇ પરમારે ડીસા તાલુકા પોલીસ મથકે અજાણ્યા ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News