બનાસકાંઠાના ભાભર-ખારા રોડ પર ઈકો અને ટ્રક આઇશર વચ્ચે સર્જ્યો અકસ્માત : એકનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-11 11:48:25
  • Views : 238
  • Modified Date : 2021-03-11 11:48:25

ભાભર પંથકમા અકસ્માતોની વણઝાર છેલ્લા કેલાંક દિવસોથી જોવા મળી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ભારે વાહનો સાથે નાના વાહનો ટકરાતા અકસ્માતો સર્જાવા પામ્યા છે તેમાં અનેક યુવાનોએ પોતાની જિંદગીઓ ખોવાનો વારો આવ્યો છે. ત્યારે આજ રોજ ભાભર તાલુકાના ખારા ગામ નજીક એક આઈસર ટ્રક ગાડી નબર=GJ 18 AU 7562સાથે ઈકો ગાડી નબર=GJ 16 BB 6024 જોરદાર રીતે ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ઈકો ગાડીનો ચાલક ઠાકોર પથુભાઈ ઈશ્વરભાઈનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ.તેમજ ઈકો ગાડીમા સવાર રમેશભાઈને ગંભીર ઈજા થવા પામી હતી જેમને સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

આજરોજ ભાભર તાલુકાના ખારા ગામ નજીક eeco ગાડી અને આઈસર ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ઈકો ગાડીના ચાલકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજયું હતું આ અકસ્માતની જાણ વાયુવેગે આજુબાજુના લોકોને થતાં ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને અકસ્માતમાં ઘાયલ વ્યક્તિને સારવાર અર્થે પહોંચાડવામાં આવ્યો હતો જ્યારે આ અંગેની જાણ ભાભર પોલીસને કરતા ભાભર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. અને મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News