ડીસાના દિપક હોટલ પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો સદનસીબે જાનહાનિ ટળી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-20 12:13:00
  • Views : 633
  • Modified Date : 2021-11-20 12:13:00

આજરોજ ડીસા શહેરના દિપક હોટલ ચાર રસ્તા પર પહેલા ભારત પેટ્રોલિયમ લખેલ ટ્રકના ચાલકે ચાર રસ્તા પાર કરી રહેલ મારુતિ કાર ને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે રાત્રિનો સમય હોય કે પછી દિવસનો સમય અકસ્માતોના બનાવો સતત વધી રહ્યા છે ખાસ કરીને મોટા હેવી વાહનોના ગફલત ભર્યા ડ્રાઇવિંગ ના કારણે અત્યાર સુધી અનેક નાના-મોટા અકસ્માતો સર્જાય છે જેમાં એક માસૂમ જિંદગીઓને પણ આવા અકસ્માતોમાં મોતને ભેટી છે. ત્યારે બે દિવસ અગાઉ છે ડીસાના દિપક હોટલ પાસે અકસ્માત સર્જાયો હતો.જે બાદ આજે પાલનપુર તરફથી આવી રહેલી ભારત પેટ્રોલિયમ લખેલ ટ્રક ડ્રાઈવરે ગફલત ભર્યું ડ્રાઇવિંગ કરી દિપક હોટલ પાસે રસ્તો પસાર કરી રહેલ મારુતિ કારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં સદ્નસીબે કોઇ જાનહાની થઇ હતી પરંતુ અકસ્માત સર્જાતા મારુતિ કાર નો ડ્રાયવર નીચે ઉતરી બસના ડ્રાઇવરને ગોરખ આવ્યો હતો અને અકસ્માતમાં પોતાની ગાડી ને થયેલ નુકસાન આપવા માટે જણાવ્યું હતું અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

Download Our B K News Today App



Related News