ભાભરના ખારા ગામ પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત, 4નાં મોત, મૃતકોમાં 3 ખારા ગામના રહેવાસી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-28 11:19:09
  • Views : 762
  • Modified Date : 2020-12-28 11:19:09

    બનાસકાંઠાના ભાભરના ખારા ગામ પાસે કાર અને બાઈક વચ્ચે અકસ્માતની ઘટના બની છે, જેમાં 4 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા અને પોલીસને ફોન કર્યો હતો. ત્યાર બાદ પોલીસ તેમજ 108ની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. તમામ મૃતદેહોને ભાભર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, જ્યારે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.બનાવની વિગતો એવી છે કે ગત મોડી રાત્રે ભાભરના ખારા ગામના પાટિયા પાસે આવેલા વળાંક પર પૂરપાટ ઝડપે જતી કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. બાઇક સાથે કાર અથડાયા બાદ ઝાડ સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇકના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો, જ્યારે કારના બોનેટનો પણ ભુક્કો બોલી ગયો હતો.


    મોડી રાત્રે 10 વાગ્યાની આસપાસ બનેલી અકસ્માતની ઘટનામાં ચાર લોકોનાં મોત નીપજ્યાં છે. મૃતકોની મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, 3 મૃતકો ખારા ગામના પટેલ હોવાનું બહાર આવ્યું છે, જ્યારે અન્ય એક મૃતક આકોલીના છે.



Download Our B K News Today App



Related News