જામનગરમાં જિલ્લા પંચાયત સર્કલમાં કાર અને ઓટો રિક્ષા વચ્ચે અકસ્માત: બંને વાહનોમાં નુકસાની: રીક્ષા ચાલક ઘાયલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-27 17:55:09
  • Views : 49
  • Modified Date : 2025-03-27 17:55:09

જામનગરમાં સાત રસ્તા સર્કલમાં આજે સવારે એક ઓટો રીક્ષા તેમજ કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ઓટોરિક્ષાની પાછળ થી પુરપાટ ઝડપે આવી રહેલી એક કાર ધડાકાભેર અથડાઈ પડી હતી, અને કાર તેમજ રિક્ષા બંને વાહનોમાં નુકસાની થઈ હતી.

આ ઉપરાંત રિક્ષા ના ચાલક બુઝુર્ગ ને માથાના ભાગે ઈજા થઈ હતી, અને લોહી નીકળી ગયું હતું. જે બનાવ બાદ 108ની ટુકડીને સ્થળ પર બોલાવી લેવામાં આવી હતી, અને ઈજાગ્રસ્ત રીક્ષા ચાલકને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા હતા.

આ અકસ્માતને લઈને થોડો સમય માટે ટ્રાફિકજામના દ્રશ્ય સર્જાયા હતા. કારચાલક અકસ્માત સર્જીને તેમાંથી ઉતરી ભાગી છૂટ્યો હતો. જે બનાવ બાદ પોલીસ ટુકડી દોડતી થઈ હતી, અને અકસ્માતના બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News