અમદાવાદમાં BRTS બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત, એક્ટિવા ચાલક ઇજાગ્રસ્ત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-05 13:08:59
  • Views : 102
  • Modified Date : 2023-08-05 13:08:59

 અમદાવાદમાં વધુ એક BRTS બસના અકસ્માતની ઘટના સામે આવી છે. રાણીપ અને એન.આર.પટેલ ચાર રસ્તા પાસે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક્ટિવા ચાલકને સામાન્ય ઇજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો હતો. આજે સવારે એટલે કે 5 ઓગસ્ટના રોજ સવારે 10 વાગ્યાના સમયગાળામાં ઘટના બની હોવાનું સામે આવ્યું છે.મળતી માહિતી અનુસાર રાણીપ વિસ્તારમાં એક એક્ટિવા અને BRTS બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બસ અને એક્ટિવા વચ્ચે સામસામે ટક્કર થઇ હતી. જેના કારણે એક્ટિવા બસના આગળના ભાગમાં ઘૂસી ગઇ હતી. એક્ટિવા ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. જે બાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો.

Download Our B K News Today App



Related News