બનાસકાંઠાના ડીસા-પાલનપુર હાઈવે પર બાઇક અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત : એકનું મોત બે ઘાયલ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-27 11:24:04
  • Views : 401
  • Modified Date : 2021-05-27 11:24:04

     કોરોના મહામારી વચ્ચે પણ અકસ્માતનો સિલસિલો અટકવાનું નામ લેતો નથી જિલ્લામાં એક પછી એક નાના મોટા અનેક અકસ્માતો સામે આવી રહ્યા છે ક્યારેક ગફલત ભર્યા ડ્રાઇવિંગના કારણે તો ક્યારેક મોટા હેવી વાહનોના ઓવરટેક કરવાના ચક્કરમાં અકસ્માતો સર્જાતા હોય છે અને લોકો પોતાના જીવ ગુમાવતા હોય છે ત્યારે આજે આવોજ એક અકસ્માત પાલનપુર ડીસા હાઈવે પર સર્જાયો હતો જેમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

     પાલનપુરના ડીસા હાઈવે પર આજે બજાજ શોરૂમ સામે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં જગદીશભાઈ સોલંકી તેમની પત્ની અલકાબેન સોલંકી અને પુત્ર વિક્રમસોલંકી બાઈક પર પાલનપુર તરફ જઈ રહ્યા હતા ત્યારે સામેથી આવી રહેલા ટ્રક સાથે અકસ્માત સર્જાતા બાઈક સવાર જગદીશભાઈ સોલંકીનું ઘટનાસ્થળે કરુણ મોત નીપજયું હતું જ્યારે તેમની પત્ની અને પુત્રને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે નજીકની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

     હાલમાં હાઇવેના મુખ્ય રોડ પર સમારકામ ચાલી રહ્યું છે આથી વાહનોની અવરજવર માટે સર્વિસ રોડ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે જેના કારણે સર્વિસ રોડ પર વાહનોની અવરજવર વધુ રહે છે ત્યારે આજે સર્વિસ રોડ પર ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમા એક વ્યક્તિનું ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યું હતું જ્યારે અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News