ડીસા તાલુકાના પમરું ત્રણ રસ્તા પાસે બાઈક અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત : બાઈક ચાલકનું ઘટનાસ્થળે કરૂણ મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-02-27 12:12:19
  • Views : 154
  • Modified Date : 2022-02-27 12:12:19

ડીસા તાલુકાના પમરું ત્રણ રસ્તા પાસે બાઈક અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત : બાઈક ચાલકનું ઘટનાસ્થળે કરૂણ મોત

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને નેશનલ હાઈવે પર મોટા હેવી વાહનોના ગફલતભર્યા ડ્રાઇવિંગ ના કારણે વારંવાર નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે ત્યારે વારંવાર સર્જાતા નાના-મોટા અકસ્માતો ને લઈને અત્યાર સુધી સૌથી વધુ અકસ્માતનો ભોગ બાઈક સવારો બન્યા છે જેમાં ક્યાંક લોકો ઈજાગ્રસ્ત થયા છે તો ક્યાંક લોકો મોતને ભેટી રહ્યા છે ક્યારે આવો જ એક અકસ્માત ડીસા તાલુકાના પમરૂ ત્રણ રસ્તા પાસે સર્જાયો હતો જેમાં જેરડા પાસે આવેલ બનાસડેરીમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા મેતુભા વાઘેલા પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે પમરું ચાર રસ્તા પાસે સ્વીફ્ટ કાર સાથે અકસ્માત નડયો હતો જ્યાં અકસ્માત સર્જાતા તેઓ રોડ પર પટકાતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જેથી તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને બનાવના પગલે ડીસા તાલુકા પોલીસ પણ પહોંચી હતી અને અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Download Our B K News Today App



Related News