ચોટીલા પાસે એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-26 15:06:41
  • Views : 67
  • Modified Date : 2024-03-26 15:06:41

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે ચોટીલા પાસે ફરી એકવાર અકસ્માતની ઘટના બની છે.  ચોટીલા પાસે એમ્બ્યુલન્સ અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બની છે. એમ્બ્યુલન્સ ચોટીલાથી રાજકોટ આવી રહી હતી તે દરમિયાન અકસ્માતની ઘટના બની હતી. જેમાં 3 લોકોનાં મોત નિપજ્યા છે. ચોટીલાના આપાગીગાના ઓટલા પાસે અકસ્માત સર્જાયો હતો. જેમાં મૃતક વિજય બાવળીયા, પાયલ મકવાણા અને ગીતા મિયાત્રાનું મૃત્યુ થયું છે.બીજી તરફ આ અગાઉ વાઘોડિયા-વડોદરા રોડ પર બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. રોડ પર ઉભેલી કારને પાછળથી આવતી કારના ચાલકે ટક્કર મારી હતી. ટક્કર વાગતા બંને કાર રોડની બાજુમાં આવેલી ખાઈમાં ખાબકી હતી. જો કે સદનસીબે કોઈ પણ જાનહાનિ થઈ ન હતી.

Download Our B K News Today App



Related News