આસેડા ગામે જીપડાલા અને બાઇક વચ્ચે અકસ્માત...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-16 11:15:31
  • Views : 348
  • Modified Date : 2022-05-16 11:15:31

 

ડીસા તાલુકા ના આસેડા નજીક એક પુરપાટ ઝડપે પસાર થતા જીપડાલા ચાલક બાઇક લઈ જતા આધેડ ને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો અને બાઇક સવાર ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડી મામલે પોલીસ ફરિયાદ નોંધાવવા પામી હતી

 

અંગેની પોલીસ ફરિયાદ ની વિગતો અનુસાર ડીસા ના આસેડા ગામે રહેતા ભારજીજી ઠાકોર  તેમના પત્ની અને તેમના પુત્ર  સનીવારે પોતાનું બાઇક નમ્બર જી જે ૦૯ એલ ૧૯૦૧ લઈ આસેડા ગામ નજીક આવેલ  જુના બસસ્ટેન્ડ નજીક થી  પસાર થતા હતા તે દરમિયાન પાછળ થી આવી રહેલા જીપડાલા ના નમ્બર જી જે ૦૧ ડી વાય ૯૬૯૧ ના ચાલકે જોરદાર ટક્કર મારી હતી અકસ્માત ના પગલે ભારજીજી  તેમના પત્ની અને તેમનો દીકરો  બાઇક સાથે જમીન ઉપર પટકાયા હતા અને જેમાં ભારજીજી ને પગે તેમજ તેમના દીકરા ના પગે પત્ની ને શરીર ના ભાગે ગભીર ઇજાઓ થવા પામી હતી અકસ્માત ના પગલે આસપાસ ના લોકો દોડી આવ્યા હતા અને ત્રણ જણ અને ૧૦૮ મારફત સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી અને અકસ્માત બાબતે તેમના સગા વિનોદજી સેધાજી ઠાકોરે ડીસા તાલુકા પોલીસ મથકે જીપડાલા  ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવાતા પોલીસે તપાસ હાથ ધરી છે

Download Our B K News Today App



Related News