દિયોદરના ધનકવાડા ગામ નજીક બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માત :બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ કરુણ મોત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-10 11:31:37
  • Views : 359
  • Modified Date : 2021-02-10 11:31:37

    દિયોદર તાલુકાના ધનકવાડા પાસે આજે રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે કરુણ મોત થયું હોવાની ઘટના સામે આવી છે ધનકવાડા ગામ નો રહેવાસી 21 વર્ષીય યુવક નરેશ ઠાકોર આજે બાઇક લઇને દિયોદર તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન અચાનક સામેથી આવી રહેલ રીક્ષા અને બાઈક સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બાઈક ચાલક રોડ પર પટકાતા અને લોહિલુહાણ થતાં ગંભીર રોટ ઇજાગ્રસ્ત નરેશ ઠાકોર નું ઘટના સ્થળે કરૂણ મોત નીપજયું હતુંબનાવ ને પગલે આજુબાજુના લોકો પણ રાહત કામગીરી માટે દોડી આવ્યા હતા , અકસ્માત ની જાણ થતાં દિયોદર પોલીસ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે, આશાસ્પદ યુવકના મોત થી ધનકવાડા ગામમાં શોકનો માહોલ છવાયો છેઉલ્લેખનીય છે કે બનાસકાંઠા  જિલ્લામાં માર્ગ સલામતી સપ્તાહ વચ્ચે છેલ્લા પાંચ દિવસમાં અલગ અલગ જગ્યાએ થયેલા અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે.

Download Our B K News Today App



Related News