ડીસા તાલુકાના જુનાડીસા ગામ નજીક બાઈક અને મારુતિકાર વચ્ચે સર્જાયો અકસ્માત : બાઈક સવારનું ઘટના સ્થળે મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-21 11:23:25
  • Views : 404
  • Modified Date : 2021-08-21 11:23:25

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં માર્ગ-અકસ્માતના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે.ખાસ કરીને અત્યાર સુધી માર્ગ-અકસ્માતના સૌથી વધુ બનાવોમાં બાઈક સવારો ભોગ બન્યા છે.વારંવાર સર્જાતા નાના મોટા અકસ્માતમાં અત્યાર સુધી અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે અને અનેક લોકો મોતને પણ ભેટ્યા છે.ત્યારે આવો જ વધુ એક અકસ્માત ડીસા તાલુકાના જુનાડીસા ગામ પાસે સર્જાયો હતો.ડીસા તાલુકાના જુનાડીસા ગામ પાસે આવેલ કુમકુમ કોલ્ડ સ્ટોરેજ પાસે માણેકપુરા ગામનો યુવક બાઈક લઈને પોતાના ઘરે જઈ રહ્યો હતો તે સમયે અચાનક સામેથી મારુતિકાર આવી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં બાઈક પર સવાર વિક્રમજી ઠાકોર રોડ પર પટકાયા હતા.જેથી તેમને માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી.અકસ્માત સર્જાતા ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને અકસ્માતમાં ઇજાગ્રસ્ત વિક્રમજી ઠાકોરને તાત્કાલિક સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરો દ્વારા વિક્રમજી ઠાકોરને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. આ અકસ્માત સર્જતાં ડીસા તાલુકા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અને અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો હતો.ડીસા તાલુકાના જુનાડીસા ગામ પાસે છેલ્લા ઘણા સમયથી અકસ્માતના બનાવો વધી રહ્યા છે.ત્યારે વારંવાર સર્જાતા અકસ્માતને લઈ લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.

Download Our B K News Today App



Related News