ડીસા-ધાનેરા હાઈવે પર 2 ટ્રેલરો વચ્ચે સર્જાયો અકસ્માત : ટ્રેલર કંડકટરનું ઘટનાસ્થળે જ કરૂણ મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-08 10:55:42
  • Views : 218
  • Modified Date : 2022-05-08 10:55:42

 

ડીસા-ધાનેરા હાઇવે પર બે ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ઘટના સ્થળે ટ્રેલરમાં બેઠેલ કંડકટરનું મોત નિપજતા તાલુકા પોલીસ દ્વારા પીએમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો.

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને ડીસા શહેરના હાઈવે વિસ્તારોમાં હાલમાં મોટા હેવી વાહનોના અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને વારંવાર સર્જાતા નાના-મોટા અકસ્માતો માં અત્યાર સુધી અનેક લોકોના મોત પણ નીકળી ચૂક્યા છે ત્યારે ગતરોજ ડીસાના બનાસ નદી પુલ પર 2 ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો પરંતુ સદનસીબે કોઈ જાનહાની થઈ હતી ત્યારે આજે આવો એક વધુ અકસ્માત સર્જાયો હતો જેમાં ડીસા ધાનેરા રોડ પર આવેલા ઝેરડા પાસે ટ્રેલરની પાછળ અન્ય ટ્રેઇલર ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ઘટના સ્થળે ટ્રેલરમાં બેઠેલ કંડકટર નું મોત નીપજ્યું હતું અકસ્માતની જાણ થતાં આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા અને તાત્કાલિક ડીસા તાલુકા પોલીસને જાણ કરી હતી. જે બાદ સમગ્ર ઘટનાને લઈ તાલુકા પોલીસ સ્થળ પર પહોંચી ટ્રેલર કંડકટરની લાશનો કબજો મેળવી ડીસા પીએમ અર્થે ખસેડવામાં આવી હતી જે બાદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Download Our B K News Today App



Related News