ડીસાના બનાસનદી બ્રિજ પાસે 2 ટ્રેલર વચ્ચે સર્જાયો અકસ્માત : સદનસીબે મોટી જાનહાનિ ટળી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-06 10:41:49
  • Views : 323
  • Modified Date : 2022-05-06 10:41:49

ડીસાના બનાસનદી બ્રિજ પાસે 2 ટ્રેલર વચ્ચે સર્જાયો અકસ્માત : સદનસીબે મોટી જાનહાનિ ટળી

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતોના બનાવોમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ડીસા તાલુકામાં છેલ્લા એક અઠવાડિયામાં નેશનલ હાઈવે પર મોટા હેવી વાહનોના તપરયા ડ્રાઇવિંગ ના કારણે વારંવાર અનેક નાના-મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે વારંવાર સર્જાતા અકસ્માતમાં અત્યાર સુધી અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે તો અનેક લોકો મોતને પણ ભેટે છે ત્યારે આજે વધુ એક આવો અકસ્માત ડીસાના બનાસ નદી બ્રિજ પર બનવા પામ્યો હતો આ અકસ્માતની વિગતો જોઈએ તો ડીસા ગાયત્રી મંદિર તરફથી આવી રહેલ ટ્રેલર ચાલકે પુરપાટ ઝડપે પોતાનું ટ્રેલર ચલાવી આગળ જઈ રહેલ ટ્રેલરને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં બંને ટ્રેલરોના કુરચે-કુરચા ઉડી ગયા હતા અકસ્માતના પગલે કોઈ મોટી જાનહાનિ થઇ ન હતી પરંતુ અકસ્માત સર્જાતા બનાસ નદી બ્રિજ પર કલાકો સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો.જે બાદ આ અંગે ડીસા તાલુકા પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રાફિકને ખુલ્લો કરાવતા વાહનચાલકોને રાહત અનુભવી હતી

Download Our B K News Today App



Related News