અંબાજીથી ચાણસ્મા જતી એસટી બસ જંબેરા ગામના પાટીયા પાસે બાઈક સાથે અથડાઈઃ૨ લોકોના મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-01 11:51:15
  • Views : 1088
  • Modified Date : 2019-06-01 11:51:15

ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ વધવા પામી છે. ત્યારે ગતરોજ બપોરે ૨ઃ૦૦ વાગ્યાના સમયે  અંબાજી એસટી ડેપોથી ચાણસ્મા જવા નીકળેલી બસ નંબર જીજે ૧૮ ઝેડ ૧૩૬૫ ને એસટી બસ પાનસા ગામથી આગળ આવતા જંબેરા ગામના પાટીયા પાસે જંબેરાથી અંબાજી આવતા બાઈક ચાલકોને એસટી સાથે ધડાકા સાથે અકસ્માત થયો હતો. (બાઈક નંબર જીજે ૦૮ બીએ ૨૮૨૮) અકસ્માત એટલો ભયંકર હતો કે બાઈક ચાલકો બંને બાઈક સાથે આગળના ટાયર નીચે આવી ગયા હતા. અકસ્માત થયા બાદ બસમાં બેઠેલા લોકોને અન્ય બસથી આગળ મોકલવામાં આવ્યા હતા. અકસ્માત બાદ એસટીના સત્તાવાળાઓ અને પોલીસ વિભાગ ઘટનાસ્થળે આવી કાયદેસરની કાર્યવાહી કરી, અકસ્માતની જાણ થતા અંબાજી ૧૦૮ ની ટીમના પાયલટ મનોજભાઈ અને ઈએમટી અલકાબેન કંકોડીયા ઘટનાસ્થળે આવી ગયા હતા પણ એક યુવાનનું ઘટનાસ્થળે મોત થયું હતું જયારે બીજા યુવકનું કોટેજ  હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતુ, મૃતકો કુટુંબીક ભાઈ હતા  ઘટનાના સમાચાર મળતા આ ગરીબ પરિવાર પર આભ તુટી પડ્‌યું હતું. આ બાબતે મૃતકના પિતા  ગલબાભાઈ ફાંગાભાઈ સોલંકીએ  ફરિયાદી બની એસટી બસના ચાલક પર કાયદેસર પોલીસ ફરિયાદ નોંધાવી છે, આ બંને યુવકો અંબાજીમાં  ઈસ્ત્રીના કપડા લેવા આવતા હતા ત્યારે જંબેરા ગામના પાટીયા  પાસે બસની અડફેટે આવી ગયા હતા. હાલમાં દાંતાથી અંબાજીના માર્ગનું ફોર લેન હાઇવેનું કામરચાલતું હોવાથી એક તરફનો માર્ગ કામ ચલાઉ ધોરણે બંધ કરવામાં આવેલ છે ત્યારે એકજ માર્ગ ઉપર આવતા અને જતા વાહનો માટે એક જ રોડનો ઉપયોગ કરવાનો હોય છે ત્યારે આજે બનેલી ગોઝારી ઘટનાએ ગરીબ પરિવારના કમાતા દીકરા ગુમાવ્યા હતા. પોલીસ દ્વારા કાયદેસર કાર્યવાહી કર્યા બાદ બંને  મૃતકોની લાશને અંબાજી કોટેજ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામા આવી હતી, ઘટના બાદ એસટીના સત્તાવાળા પણ આવી પહોંચ્યા હતાં. 



Download Our B K News Today App



Related News