ડીસાના આસેડા ગામ પાસે બાઇક સ્લીપ ખાતા સર્જાયો અકસ્માત : યુવાન ઇજાગ્રસ્ત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-30 10:38:10
  • Views : 647
  • Modified Date : 2022-05-30 10:38:10


ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતોના બનાવમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના નેશનલ હાઇવે પર છેલ્લા એક મહિનામાં અનેક નાના-મોટા અકસ્માતો સર્જાયા છે અને આવા વારંવાર સર્જાતા નાના-મોટા અકસ્માતો માં અત્યાર સુધી અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે તો અનેક લોકો મોતને ભેટયા છે ત્યારે આજે વધુ એક અકસ્માત ડીસા પાટણ હાઈવે પર આવેલ આસેડા ગામ પાસે બનવા પામ્યો હતો જેમાં પાટણ તરફથી આવી રહેલ યુવાન બળવતજી બાબુજી ઠાકોર પોતાનું બાઇક લઇને આસેડા તરફથી આવી રહ્યા હતા ત્યારે અચાનક તેઓ સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બાઇક રોડ પર સ્લીપ થઇ જવા પામ્યું હતું. અકસ્માત સર્જાતા આજુબાજુના લોકો તાત્કાલિક રોડ પર દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક ધોરણે 108 એમ્બ્યુલન્સ વાનને બોલાવી ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલવામાં આવ્યો હતો જાત અને નાની-મોટી ઈજાઓ થતા સિવિલ હોસ્પિટલ પર ફરજ બજાવતા ડોક્ટર દ્વારા તેને સારવાર કરવામાં આવી હતી ડીસા તાલુકામાં છેલ્લા એક મહિનામાં અનેક નાના-મોટા અકસ્માતો સર્જાયા છે જમા યુવાનો વારંવાર સર્જાતા અકસ્માતમાં મોતને ભેટયા છે ત્યારે હાલ તો સ્થાનિક લોકોની માંગ છે કે જે પણ લોકો સ્પીડથી પોતાના વાહનો ચલાવતા હોય તેઓને દંડકીય કાર્યવાહી કરવામાં આવે જેથી આવનારા સમયમાં વારંવાર સર્જાતા અકસ્માતનો ને રોકી શકાય તેમ છે

Download Our B K News Today App



Related News