થરાદ ઢીમા રોડ પર ડમ્પર અને રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત... સાત લોકોને ગંભીર ઈજાઓ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-06 17:35:44
  • Views : 676
  • Modified Date : 2020-06-06 17:35:44

બનાસકાંઠામાં થરાદ અને ઢીમા રોડ પર આજે પૂરપાટ જડપે આવી  રીક્ષા અને કેમ્પર ગાડી સામસામે ટકરાતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં રિક્ષામાં બેઠેલા સાત લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.આ ઘટનાની સાથે જ આજુબાજુના લોકો પણ દોડી આવી રાહત કામગીરી શરૂ કરી હતી જ્યારે અકસ્માતમાં ઇજાગ્રસ્ત થતા લોહીલુહાણ હાલતમાં લોકોને સારવાર માટે થરાદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે ઘટનાની જાણ થતા જ થરાદ પોલીસ પણ બનાવ સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે

Download Our B K News Today App



Related News