આંત્રોલી ગામમાં અકસ્માત સર્જાતા મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-02 16:36:37
  • Views : 2163
  • Modified Date : 2020-04-02 16:36:37

આંત્રોલી ગામમાં અકસ્માત સર્જાતા મોત


સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસથી હાહાકાર મચી ગયો છે. ત્યારે ભારતના વડાપ્રધાન દ્વારા ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે અને જાહેર જનતાને આ લોકડાઉનનો  સંપૂર્ણપણે અમલ કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવે છે, પરંતુ ગામડાના છેવાડાના લોકો લોકડાઉનનો અમલ કરી રહ્યા નથી અને અવર-જવર માટે બહાર નીકળી પડે છે. પાલનપુર તાલુકાના આંત્રોલી ગામમાં આવેલ જાહેર રસ્તા ઉપર અકસ્માત સર્જાતા અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મોત નીપજયું હતું. આ અકસ્માતમાં  ભોગ બનનાર વ્યક્તિ મલાણા ગામના કાળુભાઈ ડોમરાભાઈ રબારી હોવાનું જાણવા મળ્યું છે. સુત્રોના જણાવ્યાનુસાર સવારના ૬ વાગ્યાના સુમારે આંત્રોલી ગામના જાહેર રસ્તા ઉપર કોઈ અજાણ્યા વાહનચાલકે અડફેટમાં લેતા ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. જેથી પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને અજાણ્યા વાહનચાલક  સામે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. તેમજ મૃત્યુ પામનાર વ્યક્તિના મૃતદેહને પાલનપુર જનરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.


Download Our B K News Today App



Related News