ડીસા ખાતે આવેલી SCW સ્કૂલનું નામ બદલવા એબીવીપીના વિધાર્થીઓએ પાલિકા પ્રમુખને આવેદનપત્ર આપ્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-15 10:36:05
  • Views : 201
  • Modified Date : 2022-06-15 10:36:05


ડીસા ખાતે આવેલી SCW સ્કૂલનું નામ બદલવા એબીવીપીના વિધાર્થીઓએ પાલિકા પ્રમુખને આવેદનપત્ર આપ્યું.


 


ડીસા ખાતે નગરપાલિકા સંચાલિત SCW સ્કૂલનું નામ બદલવા માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.


 


ભારત દેશ પર અંગ્રેજો જ્યારે શાસન કરતા હતા તે સમયે ભારત દેશમાં અનેક શાળાઓ સ્થાપવામાં આવી હતી તેમાંની એક શાળા અંગ્રેજોના શાસન કાળથી ડીસા ખાતે કાર્યરત છે જેનું નામ છે SCW સ્કૂલ આઝાદીને આજે વર્ષો થઈ ગયા તેમ છતાં પણ આજદિન સુધી આ શાળાનું નામ બદલવામાં આવી નથી જેના કારણે વર્ષોથી આ શાળાનું નામ બદલવા માટે ડીસા શહેરના લોકો રજુઆત કરી ચુકયા છે તેમ છતાં પણ આજદિન સુધી આ શાળાનું નામ બદલવામાં આવ્યું નથી ત્યારે આજે ડીસા ખાતે કાર્યરત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા SCW સ્કૂલનો નામ બદલીને ભારતના ક્રાંતિકારી સુભાષચંદ્ર બોઝ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એ સી ડબલ્યુ સ્કૂલનું નામ તાત્કાલિક બદલવામાં આવે તે માટે ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ ઠક્કરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અખિલ ભારતીય વિકાસ પરિષદના વિદ્યાર્થીઓએ માંગ કરી હતી કે તાત્કાલિક ધોરણે જો એ સી ડબલ્યુ સ્કૂલ નું નામ નહી બદલવામાં આવે તો આવનારા સમયમાં સ્કૂલના નામ બદલવા પર આંદોલન કરવામાં આવશે.


 


Download Our B K News Today App



Related News