થરાદ વિસ્તારમાં ભાજપાના ઉમેદવાર પરબતભાઇ પટેલને અભૂતપૂર્વ આવકાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-17 06:04:45
  • Views : 529
  • Modified Date : 2019-04-17 06:04:45

ડીસા ખાતે યોજાયેલી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહની રેલી અને જાહેર સભાએ ભાજપાના કાર્યકરોમાં નવી ચેતના આપી છે. ત્યારે આજે ભાજપા બનાસકાંઠાના ઉમેદવાર પરબતભાઇ પટેલે
પોતાના મતવિસ્તારના ગામોનો લોકસંપર્ક કર્યો હતો.
પોતાના જ હોમ ગ્રાઉન્ડ ઉમર મેચ રમતા હોય તેમ 
 પરબતભાઇએ આજે રાહ, ભીમગઢ, કળસ, લુવાણા ગામોનો ઝંઝાવાતી પ્રવાસ કરીને જાહેર જનતાને મળ્યા હતા. ભાજપાએ બનાસકાંઠા લોકસભા માટે થરાદ વિસ્તારના ઉમેદવાર પસંદ કર્યા છે ત્યારે આ વિસ્તારમાં પરબતભાઇ
પટેલ  માટે જનતામાં અદમ્ય ઉત્સાહ વર્તાઇ રહ્યો છે, તેવું આજની સભાઓ પરથી વર્તાતું હતુ. આ વિસ્તારની પ્રજાએ એક જ સૂરમાં જણાવ્યું હતુ કે “તમે જિલ્લાના બીજા તાલુકાઓનો પ્રવાસ કરો અહીંની ચિંતા કરવાની જરૂર નથી.”
ગામે-ગામ સ્વયંભૂ ઉમટેલી જનમેદનીઓને સંબોધન કરતાં  પરબતભાઇએ જણાવ્યું હતુ કે આપણા વિસ્તારનું સૌભાગ્ય છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહે આપણા વિસ્તારમાંથી મને બનાસકાંઠા જિલ્લાના ઉમેદવાર તરીકે તક આપી છે. ભાજપાની નેતાગીરીએ સરહદી વિસ્તાર પર ભરોસો મુકીને આપણું ગૌરવ વધાર્યુ છે ત્યારે આપણે પણ આપણી રાષ્ટ્રીય નેતાગીરીનું માન વધારવાનું છે.
સમગ્ર દેશ જ્યારે  નરેન્દ્રભાઇ મોદીને પુનઃ દેશના વડાપ્રધાન તરીકે જોવા ઉત્સુક છે. ત્યારે રાહ પંથકના અનેક કોંગ્રેસી કાર્યકર્તાઓએ પંજાનો સાથે છોડીને આજે કેસરીયા ખેસ ધારણ કરેલ હતા. જેમાં ભલાસરા ગામના ઠાકોર સેનાના આગેવાન પોપટજી ઠાકોર, સોમાજી ઠાકોર સહિત પ્રજાપતિ સમાજના સિધોતર અને ઘોડાસર ગામના આગેવાનો દિપાજી પ્રજાપતિ, કેરાભાઇ પ્રજાપતિ, જોરાજી પ્રજાપતિ, દેસાઇ સમાજના આગેવાનો કસનાજી દેસાઇ, ગણેશજી દેસાઇ ભાજપામાં જોડાયા હતા.
રાહ અને ભીમગઢ ગામે ઉમેદવાર પરબતભાઇનું વિશાળ બાઇક રેલી દ્વારા યુવાનોએ સ્વાગત કર્યુ હતુ. ગામે ગામ ઉમટેલી સ્વયંભૂ જનમેદનીના દર્શન થયા હતા અને આ વિસ્તાર તેઓને સૌથી મોટી લીડ આપશે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે

Download Our B K News Today App



Related News