કરમાવદ અને મુક્તેશ્વર તળાવ ભરવાના ને લઈ આજે 125 ગામની 50 હજાર જેટલી મહિલાઓએ પ્રધાનમંત્રી ને પાણી માટે પોસ્ટ કાર્ડ લખ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-20 11:21:16
  • Views : 229
  • Modified Date : 2022-06-20 11:21:16

 

છેલ્લા અઢી માસથી વડગામ તાલુકાનું કરમાવદ અને મુક્તેશ્વર તળાવ ભરવા માટેનું જળ આંદોલન ચાલી રહ્યું

છેલ્લા અઢી માસથી વડગામ તાલુકાનું કરમાવદ તળાવ ભરવા માટેનું જળ આંદોલન ચાલી રહ્યું છે અઢી માસમાં 125 ગામના ખેડૂતોએ કરમાવદ તળાવમાં કળશ પૂજન કર્યું ત્યાર બાદ 20 હજાર ખેડૂતોએ પાણી માટે રેલી યોજી 125 ગામોમાં દીપપ્રાગટ્ય પણ કર્યું પરંતુ પાણીની સમસ્યાનો ઉકેલ ન આવતા આજે 125 ગામની 50 હજાર જેટલી મહિલાઓએ પ્રધાનમંત્રી ને પાણી માટે પોસ્ટ કાર્ડ લખ્યા છે

125 ગામ ની 50 હજાર મહિલાઓ એ લખ્યા પોસ્ટકાર્ડ

વડગામ અને પાલનપુર તાલુકામાં પાણીની સમસ્યા વિકટ છે દિન-પ્રતિદિન ભૂગર્ભજળ નીચે જઈ રહ્યા છે ત્યારે પશુપાલકોને પોતાના પશુઓ નિર્વાહ કરવા પણ મુશ્કેલ છે જ્યારે સિંચાઇ માટે પાણી ન મળતા ખેતી પણ નકામી બની છે ત્યારે હવે વડગામ તાલુકાનું કરમા વદ તળાવ તેમજ મુક્તેશ્વર ડેમને નર્મદા નીરથી ભરવા માટેની માગણી પ્રબળ બની છે અને આ જલ આંદોલન હવે પોસ્ટ કાર્ડ સુધી પહોંચ્યું છે આજે 125 ગામની 50 હજાર જેટલી પશુપાલક  મહિલાઓએ પ્રધાનમંત્રીને પોસ્ટ કાર્ડ લખ્યા છે અને માગણી કરી છે કે પ્રધાનમંત્રી અમારી વારે આવો અને અમને પાણી આપો જેથી અમે પશુપાલન અને ખેતી કરી શકીએ

 

વીરા મોદી પાસે કરમાવદ તળાવ ભરવા માંગ

 

પાલનપુર વડગામ તાલુકામાં પાણીની વિકટ સમસ્યા ને જોતા જ આંદોલન હવે પ્રબળ બન્યું છે અને આ છેલ્લા અઢી માસથી ચાલી રહ્યું છે ખેડૂતોએ સરકારને નર્મદાના નીરથી તળાવ ભરવા માટે અનેક પ્રકારની વિનંતીઓ કરી રેલી કરી અને આજીજી પણ કરી પરંતુ હજી પણ ખેડૂતોની સમસ્યા નો ઉકેલ ન આવતા આખરે આજે પ્રધાનમંત્રી ની પોસ્ટ કાર્ડ પણ લખાયા છે ત્યારે હવે આવનારા સમયમાં જો કરમાવદ  પાણીમાં ભરવામાં નહીં આવે તો ખેડૂતો આનાથી પણ ઉગ્ર આંદોલનનાં માર્ગે જશે.તેમજ 50 હજાર જેટલી મહિલાઓ ની રેલી પણ યોજાશે

કળશ પૂજન રેલી અને દીપ પ્રાગટ્ય બાદ પોસ્ટકાર્ડ રૂપી જલ આંદોલન

પાલનપુર અને વડગામ તાલુકા ને જોડતું કરમાવદ તળાવનું જલ આંદોલન હવે પોસ્ટકાર્ડ સુધી પહોંચ્યું છે આજે 125 ગામની 50 હજાર જેટલી મહિલાઓએ પ્રધાનમંત્રીને પોસ્ટકાર્ડ લખી અને કરમાવદ તળાવને નર્મદાના નીરથી ભરવાની માગણી કરી છે પાણીની વિકટ સમસ્યા ને લઈને છેલ્લા અઢી માસથી ખેડૂતો જલ આંદોલન કરી રહ્યા છે ત્યારે આ પોસ્ટકાર્ડ થકી પ્રધાનમંત્રી મહિલા પશુપાલકો ની વાત સાંભળશે અને નર્મદાના નીરથી કરમાવદ તળાવ ભરવામાં આવશે તેવી આ મહિલા પશુપાલકોને આશા છે

Download Our B K News Today App



Related News