લોકસભાના સ્પીકર ઓમ બિરલા પોઝિટિવ; છેલ્લા 24 કલાકમાં લગભગ 44 હજાર કેસ નોંધાયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-21 15:08:13
  • Views : 239
  • Modified Date : 2021-03-21 15:08:13

    લોકસભાના સ્પિકર ઓમ બિરલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને ઓબ્ઝર્વેશન માટે શનિવારે AIIMS કોવિડ સેન્ટરમાં એડમિટ કરાયા છે. દેશમાં કોરોનાની ગતિ ફરી એકવાર ઝડપી બની રહી છે. છેલ્લા 24 કલાકમાં 43,815 લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ હતી. આ આંકડો પાછલા 105 દિવસોમાં સૌથી વધુ છે. ગયા વર્ષે 25 નવેમ્બરના રોજ 44,699 કેસ સામે આવ્યા હતા. ગત દિવસે, 22,970 લોકો કોરોનાથી સાજા થયા હતા અને 196 લોકો મૃત્યુ પામ્યા હતા. જ્યારે મધ્યપ્રદેશમાં કોરોનાના વધતાં કેસને લઈને રવિવારે ભોપાલ, ઈન્દોર અને જબલપુરમાં લોકડાઉન લાગવાયું છે.

    જ્યારે, દેશમાં કોરોનાની સારવાર કરાવી રહેલા દર્દીઓનો આંકડો (એક્ટિવ કેસ) પણ ઝડપથી વધી રહ્યા છે. ગત દિવસે એક્ટિવ કેસની સંખ્યા 3 લાખને પાર થઈ ગઈ છે. આ રીતે કોરોના ફાટી નીકળવાનો અંદાજો આ વાતથી જ લગાવી શકાય છે કે છેલ્લા 8 દિવસમાં એક લાખથી વધુ એક્ટિવ કેસોમાં વધારો થયો છે. 12 માર્ચે દેશમાં 1 લાખ 99 હજાર 22 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી હતી, જે 20 માર્ચે વધીને 3 લાખ 6 હજાર 93 થઈ ગઈ છે.

    દેશમાં અત્યાર સુધીમાં 1.15 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. તેમાંથી 1.11 કરોડ સાજા થયા છે. 1.59 લાખ લોકોએ જીવ પોતાનો ગુમાવ્યો છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે.

    મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધ્યા બાદ BMC એ એક પરિપત્ર બહાર પાડ્યો છે. પરિપત્ર મુજબ, UK, યુરોપ, મધ્ય પૂર્વ, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલથી મુંબઇ આવવા પર 7 હોમ ક્વોરંટાઈન રહેવું પડશે. પંજાબની તમામ શાળા-કોલેજો 31 માર્ચ સુધી બંધ રાખવામાં આવી છે. આ સાથે કોલેજની પરીક્ષાઓ પણ મોકૂફ રાખવામાં આવી છે. પંજાબ સરકારની માર્ગદર્શિકા અનુસાર રાજ્યમાં મેડિકલ અને નર્સિંગ કોલેજોને બાદ કરતાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ 31 માર્ચ સુધી બંધ રહેશે. સિનેમા હોલમાં 50% ક્ષમતાની મંજૂરી આપવામાં આવી છે.રવિવારે મધ્ય પ્રદેશના ભોપાલ, ઈન્દોર અને જબલપુરમાં લોકડાઉન લાગવાયું છે. તે સોમવારે સવારે 6 વાગ્યા સુધી અમલમાં રહેશે.


Download Our B K News Today App



Related News