સૌથી વૃદ્ધ મહિલાને વેક્સિન અપાઈ, પંજાબના 9 જિલ્લામાં નાઈટ કર્ફ્યૂનો સમય વધારાયો, દિલ્હીમાં કેજરીવાલે બેઠક બોલાવી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-18 16:11:09
  • Views : 201
  • Modified Date : 2021-03-18 16:11:09

દેશમાં કોરોનાની બીજી લહેરની વાત વચ્ચે વેક્સિનેશન પ્રોગ્રામમાં પણ ઝડપ આવી છે. ગુરુવારે ઉત્તર પ્રદેશના જાલોનમાં 109 વર્ષના રામ દુલ્હૈયાને કોરોનાની વેક્સિન અપાઈ છે. વેક્સિન લેનાર તેઓ દેશના સૌથી ઉંમરલાયક મહિલા છે. આ પહેલા બેગલુરુમાં 103 વર્ષની વૃદ્ધા જે. કમલેશ્વરીને પ્રથમ ડોઝ અપાયો હતો.

    બીજી તરફ પંજાબના 9 જિલ્લામાં નાઈટ કર્ફ્યૂનો સમય લંબાવાયો છે. પહેલા રાતના 11 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ લાગુ હતું હવે તેને રાતના 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કરાયો છે. આ જિલ્લામાં લુધિયાણા, જાલંધર, પટિયાલા, મોહાલી, અમૃતસર, ગુરુદાસપુર, હોશિયારપુર, કપૂરથલા અને રોપર છે.

    દિલ્હીમાં કોરોનાને લઈને કેજરીવાલ સરકાર પણ એલર્ટ છે. અરવિંદ કેજરીવાલે બેઠક બોલાવી છે.દેશમાં નવા કોરોના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. બુધવારે 35,838 લોકો પોઝિટિવ મળ્યા હતા. 17,793 લોકો સાજા થયા અને 171 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ સાથે દર્દીઓની સારવાર ચાલી રહી એવા એક્ટિવ કેસનો આંકડો 2 લાખ 49 હજાર 197 થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસમાં 17,862નો વધારો થયો છે. નવા પોઝિટિવ લોકોની સંખ્યા 5 ડિસેમ્બર પછી એટલે કે 101 દિવસ પછી સૌથી વધુ છે. 5 ડિસેમ્બરના રોજ 36,010 કેસ હતા. આ પછી એ ઘટવા લાગ્યા હતા.

    દેશમાં અત્યારસુધીમાં કુલ 1 કરોડ 14 લાખ 74 હજાર 302 લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. 1 કરોડ 10 લાખ 61 હજાર 170 સાજા થયા છે, જ્યારે 1 લાખ 59 હજાર 250 લોકોનાં મૃત્યુ પણ થયાં છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે.રાજસ્થાન સરકારે કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને પ્રાથમિક વિદ્યાર્થીઓને રાહત આપી છે. હવે 1થી 5 ધોરણના આશરે 40 લાખ બાળકોએ પરીક્ષા આપવાની રહેશે નહીં. આ વિદ્યાર્થીઓને પરીક્ષા વિના આગળના વર્ગમાં પ્રમોટ કરવામાં આવશે.

    રાજસ્થાનમાં ધોરણ 6 અને 7ની પરીક્ષાઓ 15મી એપ્રિલથી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બાબતે શિક્ષણ વિભાગ દ્વારા આદેશો જારી કરવામાં આવ્યા છે.

    બિહારના CM નીતીશ કુમારે કહ્યું હતું કે કોરોના સંક્રમણના મામલામાં બિહારની સ્થિતિ મહારાષ્ટ્ર અથવા અન્ય રાજ્યોની જેવી નથી. સરકાર રોજિંદા ડેટાની સમીક્ષા રાત્રે 9 વાગ્યે કરે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે બિહારમાં સ્કૂલ-કોલેજો પહેલાંની જેમ જ ચાલશે, એને અટકાવવાની જરૂર નથી.

Download Our B K News Today App



Related News