ડીસાના વાસણા ગોળિયા ગામના 30 જેટલા વિદ્યાર્થીઓ ડેપો મેનેજરને નવી બસની સુવિધા કરવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-01 12:04:53
  • Views : 217
  • Modified Date : 2022-07-01 12:04:53

 

ડીસાના વાસણા ગોળિયા ગામના 30 જેટલા વિદ્યાર્થીઓને બસમાં બેસવાની જગ્યા ના મળતા વિધાર્થીઓને મહામુસીબતે મુસાફરી કરવાની નોબત આવી હતી..જેથી ડીસા ડેપો મેનેજરને નવી બસની સુવિધા કરવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું

 

બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા કોવિડ અને વિધાર્થીઓના હિતમાં ખાસ ગાઈડલાઇન બહાર પાડવામાં આવી છે.. કોવિડ અંતર્ગત માસ્ક અને શોસિયલ ડિસ્ટન્સ ફરજિયાત બનાવવામાં આવ્યું છે તો વિધાર્થીઓના હિત માટે શાળા અને કોલેજના વિધાર્થીઓ લઈને જતાં વાહનોને પરમિટથી વધારે વિધાર્થીઓને વાહનોમાં બેસાડવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.. પરંતુ જિલ્લા કલેક્ટર કે જે જિલ્લાના સમાહર્તા છે તેમના જ જાહેરનામાનો અનાદર ડીસાનું એસ.ટી. વિભાગ ભંગ કરી રહ્યું છે.. ડીસાથી થરા વાયા ઝાબડિયા થઈને પસાર થતી બસમાં પણ આજે કલેક્ટરના જાહેરનામાનો ભંગ જોવા મળ્યો હતો.. આ બસમાં મુસાફરી કરી રહેલા  વિધાર્થીઓના જણાવ્યાનુસાર એક જ બસમાં ૧૦૦ કરતાં પણ વધારે મુસાફરો ભરેલા હતા. બસમાં બેસવાની પણ જગ્યા ના મળતા વિધાર્થીઓને મહામુસીબતે મુસાફરી કરવાની નોબત આવી હતી.. આ ઘટનાને પગલે આ બસમાં મુસાફરી કરી રહેલા જિગર માળીએ કલેક્ટરના જાહેરનામાનો ભંગ અટકાવવા માટે બસમાથી ઉતારવાનો પ્રયાસ કર્યો હતો.. અને જે રીતે બસમાં કલેક્ટરના જાહેરનામાનો ભંગ થઈ રહ્યો હતો તે અંગે એસ.ટી.નિગમ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

 

          આ ઘટનામાં એસ.ટી.વિભાગે પોતાની ભૂલ કબુલ કરીને સુધારવાના બદલે ઉલ્ટા વિધાર્થીને ધમકી આપવાનો પ્રયાસ કર્યો અને આ ઘટના મીડિયામાં પ્રસારિત ના થવા દેવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું હતું.. ત્યારે આ વિધાર્થીએ ઘટના બાદ મોડી સાંજે અમારો સંપર્ક કર્યો અને આ સમાચાર પ્રસારિત ના કરવા માટે રીતસરની આજીજી કરવા લાગ્યો હતો.. ત્યારે એસ.ટી.નિગમની કેટલી હદ સુધીની આ દાદાગીરી છે કે વિધાર્થી ભયભીત બની ગયો હતો.. એસ.ટી.નિગમ વિધાર્થી પર કેશ કરવાની ધમકી આપી રહ્યું છે ત્યારે મહત્વની વાત એ છે કે શું એસ.ટી.બસમાં પરમિટ કરતાં વધારે વિધાર્થીઓ નહોતા...? શું એસ.ટી. બસમાં કોવિડની ગાઈડલાઇનનું પાલન થતું હતું..? આ તમામ પ્રશ્નોના જવાબ આપવાના બદલે પોતાની ભૂલ ઢાંકવાનો એસ.ટી.નિગમ પ્રયાસ કરી રહ્યું છે તે ખૂબ જ શરમજનક વાત છે.. ત્યારે આ બાબતે જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામાના ભંગ બદલ એસ.ટી.નિગમ પર પગલાં લેવા જોઇયે.. નહિતર જિલ્લા કલેક્ટરના જાહેરનામાને આગામી સમયમાં સામાન્ય જનતા પણ ગંભીરતાથી લેશે નહીં...

Download Our B K News Today App



Related News