કાંકરેજના જાખેલ સ્મશાનભુમિમાં ૮૦૦ જેટલા વૃક્ષો વાવી ગ્રામજનો દ્વારા સામુહિક વૃક્ષારોપણ કરાયુ હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-16 12:43:40
  • Views : 289
  • Modified Date : 2021-07-16 12:46:25

     કાંકરેજ તાલુકાના જાખેલ ગામની પવિત્ર સ્મશાનભુમિ પર આજે બનાસડેરીના ચેરમે્ન શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને સામુહિક વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં આવા કોરોનાના કપરા સમયમાં ઓકિસજનનુ સંકટ જોઇને બનાસડેરી પાલનપુરના સહયોગથી અને જાખેલ દુધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા   તેમજ ઉત્સાહી ચેરમેન દ્વારા  સ્મશાનભુમિમાં ૮૦૦ જેટલા વૃક્ષો જેવા કે આસોપાલવ,પીંપળા, કરંજ,પારીજાત,સપ્તપદી વગેરે અલગ અલગ જાતના વૃક્ષો વાવી દરેક વૃક્ષ આગળ એક વ્યકિત બેસી દરેક વૃક્ષની પુજા અર્ચના કરી એક એક વૃક્ષનુ રોપણ કર્યુ હતુ.અને તેનુ જતન કરવાની જવાબદારી ઉઠાવી ગામને હરીયાળુ બનાવવા સહિયારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા.આમ તો સામાન્ય રીતે વૃક્ષારોપણ ઠેર ઠેર થતુ હોય છે. પરંતુ ત્યારબાદ મોટાભાગના લોકો દ્વારા વૃક્ષોની સારસંભાળ લેવાતાં છેવટે વૃક્ષો સુકાઈ જાય છે.અને વૃક્ષારોપણ ફકત નામશેષ બની રહે છે.પરંતુ લોકો ભુલી જાય તે હેતુથી  સમસ્ત ગ્રામજનો દ્વારા દરેક વૃક્ષનુ રોપણ કર્યુ હતુ. અને વૃક્ષોના જતન માટે  જાખેલ દુધ ઉત્પાદક સહ.મંડળીના ઉત્સાહી ચેરમેન બાબુભાઈ પટેલ દ્વારા અંદાજીત લાખ રૂપિયાનુ ખર્ચ કરી વૃક્ષોના રક્ષણ અને ઉત્થાન માટે ચારેબાજુ તાર ફેન્સિંગવાડ જાળી સાથે તેમજ પાણી આપવા માટે ટપક સિંચાઈ પધ્ધતીની વ્યવ્સ્થા કરવામાં આવી હતી. પ્રસંગે કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ  વાધેલા, થરા માર્કેટયાર્ડના ચેરમેન અણદાભાઈ પટેલ તેમજ બનાસડેરી પાલનપુર સ્ટાફ તેમજ ગ્રામજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી સામુહિક વૃક્ષારોપણ કર્યુ હતુ.

Download Our B K News Today App



Related News