છેલ્લા 24 કલાકમાં લગભગ 17,000 નવા દર્દીઓ મળ્યા, 20,000 સાજા થયા; રિકવર થનારાઓમાં 16,000થી વધુ મહારાષ્ટ્ર અને કેરળના.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-10 10:26:53
  • Views : 222
  • Modified Date : 2021-03-10 10:26:53

    દેશમાં કોરોનાના દર્દીઓમાં વધારો થવાનો સિલસિલો ચાલુ છે. મંગળવારે 16846 નવા દર્દીની ઓળખ થઈ છે. 20138 દર્દી સાજા થયા છે, જ્યારે 113 સંક્રમિતોએ જીવ ગુમાવ્યા છે. સાજા થનારા 20,000 દર્દીમાં સૌથી વધુ 12,138 મહારાષ્ટ્રના અને એ પછી 4,836 કેરળના છે. આ સતત બીજો દિવસ હતો, જ્યારે નવા દર્દીઓ સાજા થયા છે.

    એક્ટિવ કેસ એટલે કે સારવાર કરાવી રહેલા દર્દીઓની સંખ્યામાં 3,411નો ઘટાડો થયો છે. હવે કુલ 1.81 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 1.12 કરોડ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી 1.09 કરોડ સાજા થયા છે. જ્યારે 1.58 લાખે જીવ ગુમાવ્યો છે. આ આંકડા covid19india.orgમાંથી લેવામાં આવ્યા છે.

    બેંગલુરુમાં 103 વર્ષના જે કામેશ્વરીને કોરોના વેક્સિન લગાવવામાં આવી. અત્યાર સુધીમાં ઉપલબ્ધ ડેટા મુજબ, તે દેશની સૌથી વૃદ્ધ મહિલા છે, જેમને વેક્સિન લગાવવામાં આવી છે.અરુણાચલ પ્રદેશમાં છેલ્લા 3 દિવસથી કોરોનાનો એક પણ કેસ આવ્યો નથી. અહીં હાલ માત્ર 3 દર્દીઓની સારવાર ચાલી રહી છે. કુલ 16839 લોકો સક્રમિત થયા છે. તેમાંથી 56ના મોત થયા છે.ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને કહ્યું કે કોરોનાની વેક્સિન લગાવ્યા પછી પ્લેનના પાયલટ અને કેબિન ક્રૂ મેમ્બર 48 કલાક સુધી સર્વિસ પર નહિ જઈ શકે. જો 48 કલાક પછી કોઈ પણ લક્ષણ નથી, તો એર ક્રૂ ઉડાન માટે ફિટ છે.યુપી સરકારે ધો.8 સુધીના બાળકોને પરીક્ષા લીધા વગર આગલા ધોરણમાં એડમિશન આપવાનો નિર્ણય કર્યો છે. તેના માટે તેમના સમગ્ર સેશનમાં કરવામાં આવાલે પ્રદર્શનને જોવામાં આવશે. 2020માં પણ ધો.8 સુધીના વિદ્યાર્થીઓને આંતરિક મુલ્યાંકનના આધારે આગલા ધોરણમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

    કોરોનાના વધતા મામલાઓના કારણે નાસિકમાં વીકેન્ડમાં લોકડાઉન રહેશે. જિલ્લામાં 15 માર્ચ પછી લગ્નના કાર્યક્રમોને અનુમતિ નહિ આપવામાં આવશે. નાસિકમાં છેલ્લા 8 દિવસમાં 3725 કોરોનાના નવા મામલાઓ મળ્યા છે. જ્યારે થાણેના 11 હોટસ્પોટમાં 13 માર્ચથી 31 માર્ચ સુધી લોકડાઉન લગાવવામાં આવ્યું છે.

Download Our B K News Today App



Related News