ડીસાના જીનગર સમાજના રામદેવ મિત્ર મંડળ દ્વારા અબોલ પશુઓની કરવામાં આવી રહયી છે અનોખી સેવા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-27 11:14:58
  • Views : 243
  • Modified Date : 2021-05-27 11:14:58

     સમગ્ર ગુજરાતમાં કોરોનાવાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે..રાજ્ય સરકારે કોરોના સંક્રમણને અટકાવવા માટે કેટલાક જિલ્લાઓમાં lockdown પણ જાહેર કર્યું છે જેના કારણે હાલમાં મોટાભાગના ધંધા-રોજગાર છેલ્લા બે વર્ષથી પડી ભાંગ્યા છે ત્યારે અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગરીબ અને મધ્યમવર્ગના લોકોને સહાય કરવામાં આવે છે પરંતુ અબોલ પશુઓ માટે કોઈ સહાય કરતું નથી..જેના કારણે અબોલ પશુઓની પણ કોરોનામાં હાલત કફોડી બની છે..ત્યારે અબોલ પશુઓની સેવા માટે ડીસામાં જીનગર સમાજના રામદેવ મિત્ર મંડળ દ્વારા એક અનોખું સેવાકાર્ય કરવામાં આવી રહ્યું છે..

     જેમાં ગાયો માટે ઘાસચારો,કુતરા માટે શીરો તેમજ દૂધ ખીચડી અને લોકો માટે ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે..આ મંડળની ખાસ વિશેષતા એ છે કે આ મંડળમાં બધા યુવકો દસથી વીસ વર્ષની વચ્ચેની ઉમર વાળા છે એટલે કે આટલી નાની ઉંમરમાં આ યુવકો અબોલ પશુઓનું વિચારી સેવાકીય કાર્ય કરી રહ્યા છે જે ખરેખર આ યુવકોની સેવાને બિરદાવવા જેવી છે.  આ ગ્રુપના યુવકોનું કહેવું છે કે ડીસામાં કેટલીક જગ્યાએ ગાયોને ઘાસચારો મળી રહે છે પરંતુ ક્યારેક ગાયોને ઘાસચારો ન મળતા પ્લાસ્ટિક ખાય છે અને ક્યારેક મૃત્યુ પણ પામે છે ત્યારે આ વાત આ ગ્રુપના સભ્યોને ધ્યાને આવતા તેમણે ગાયોને ઘાસચારો આપવાનું વિચાર્યું અને દરરોજ સવારે આ યુવકના સભ્યો દ્વારા અબોલ પશુઓને ઘાસચારો,શીરો તેમજ રોટી આપવાનું ઉમદાકાર્ય કરવામાં આવી રહ્યું છે..આ ગ્રુપમાં 20 થી 25 યુવકો આ સેવાકીય કાર્ય કરી રહ્યા છે જે ખરેખર સરાહનીય છે.

 

Download Our B K News Today App



Related News