સરકારના સુત્રો ભણશે ગુજરાત પોકળ સાબિત થયા ઉપલાબંધ ગામમાં ૧૧૮ છાત્રો વૃક્ષ નીચે અભ્યાસ કરવા મજબૂર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-26 12:17:55
  • Views : 427
  • Modified Date : 2019-07-26 12:17:55

અમીરગઢ તાલુકાના
ઉપલા બંધ ગામમાં સરકાર દ્વારા બાળકોને અભ્યાસ માટે સવલત મળી રહે તે માટે પેટા વર્ગો શરૂ કરાયા છે. પરંતુ ઓરડાઓ બનાવવામાં ના આવ્યા હોવાથી બાળકોને ખુલ્લામાં વૃક્ષ નીચે ભણવા મજબૂર બનવું પડી રહ્યું છે.
અમીરગઢ તાલુકો આદિવાસી તેમજ ડુંગરાળ વિસ્તાર હોવાથી આદિવાસી બાળકોને અભ્યાસ મેળવવા સ્કૂલ સુધી જવા માટે અનેક અગવડતા પડે છે. જોકે અગવડતા સગવડતામાં
પલટાય તે માટે સરકાર દ્વારા
પેટા વર્ગો શરૂ કરવા માટે લીલી ઝડી આપી દેવામાં આવી છે. પરંતુ ઓરડાઓ મંજૂર કરવામાં ના આવતા બાળકોને વૃક્ષના છાંયડે અભ્યાસ કરવો પડી રહ્યો છે.
અમીરગઢ તાલુકાના ઉપલાબંધ ગામમાં આવેલા મહાદેવ ફળી અને લીંબાફળીમાં ધોરણ ૧ થી ૫ સુધીના પેટા વર્ગો ચાલે છે. જેમાં ૧૧૮ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આ વર્ગો સરકાર દ્વારા બાળકોને સવલત માટે મંજૂર કરાયા હતા. પરંતુ આજ દીન સુધી ઓરડાઓ માટે તંત્ર કે સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી ના હોવાથી બાળકોએ ખુલ્લામાં વૃક્ષ નીચે બેસી અભ્યાસ કરવો પડી રહ્યો છે તેમજ શિક્ષકોએ પણ ઉભા રહી અથવા નીચે બેસી અભ્યાસ કરાવવો પડે છે.
નોંધપાત્ર છે કે બાળકોને અભ્યાસ કરવો છે અને ભણશે ગુજરાત તરસે ગુજરાતના સરકારના સુત્રને સાચું ઠેરવવું છે. પરંતુ હજી સુધી ઓરડાઓના મળ્યા હોવાથી બાળકોએ નીચે પ્લાસ્ટિકના પાથરણા પર વૃક્ષની છાંયડે અભ્યાસ કરવો પડી રહ્યો છે. અમીરગઢ તાલુકાના શિક્ષણ વિભાગના સુત્રોએ આ અંગે જણાવ્યું હતું કે અમોએ બાળકોને ભણવા માટે ઓરડાઓ બને તે અંગેની દરખાસ્ત ઉચ્ચકક્ષાએ કરેલી છે. પરંતુ મંજૂરી મળી ના હોવાથી બાળકોએ ખુલ્લામાં અભ્યાસ કરવો પડી રહ્યો છે.

Download Our B K News Today App



Related News