કેબીનેટ પ્રધાન શિક્ષણમંત્રી, ગુજરાત રાજ્ય સાથે સામાન્યમાંથી અસામાન્ય વિષય પર અભૂતપૂર્વક સંવાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-20 12:07:31
  • Views : 375
  • Modified Date : 2020-04-20 12:07:31

કેબીનેટ પ્રધાન શિક્ષણ, કાયદો અને ન્યાય, કાયદા અને સંસદીય બાબતો, મીઠું ઉદ્યોગ, ગાય સંવર્ધન અને નાગરિક ઉડ્ડયન ગુજરાત સરકાર
ભુપેન્દ્રસિંહ ચુડાસમા, ગુજરાત સરકાર દ્વારા "સામાન્યમાંથી અસામાન્ય" પર સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીના ફેક્લટી મેમ્બર્સ, વિદ્યાર્થીઓ અને વાલીગણ જોડે સાથે ઓનલાઇન માધ્યમ દ્વારા સંવાદ યોજાયો હતો.
દેશભરમાં લોકડાઉન હવે જયારે તા.૦૩ મે, ૨૦૨૦ સુધી લંબાવવામાં આવ્યું છે ત્યારે આ મુશ્કેલ પરિસ્થિતિમાં કેવી રીતે જીવન પસાર કરવું તે દરેકના મનમાં થતો એક સામાન્ય પ્રશ્ન છે. જો આપણે એને પોઝીટીવ રીતે લઈએ તો આ પરિસ્થિતિ જીવનમાં બહુ જ અસામાન્ય અને ભાગ્યે જ તકરૂપે આવે છે. તેનો ઉપયોગ આપણે પ્રોડકટીવ કામમાં અને પોતાની જાતના વિકાસ માટે કરી શકીયે છીએ. આ ઓનલાઇન સંવાદમાં તમામ ફેક્લટી મેમ્બર્સ, નોનટીચિંગ સ્ટાફ, હાલ ભણી રહેલા વિદ્યાર્થીઓ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, વાલીઓ ઉત્સાહભેર હાજર રહ્યા હતા. યુનિવર્સિટી દ્વારા લોકડાઉનની પરિસ્થિતિમાં ડિજિટલ માધ્યમથી ચલાવવામાં આવેલા રેગ્યુલર લેક્ચર્સ વિશે માહિતી આપી હતી અને વિદ્યાર્થીઓ માટે વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો દ્વારા એક્સપર્ટ ટોકનું આયોજન કર્યું છે એ અંગે માહિતી આપી હતી. ૨૫૦૦ થી વધારે વિડિયો રેર્કોડિંગ લેક્ચર્સ ટૂંક સમયમાં યુટ્યૂબ પર રિલીઝ કરવામાં આવશે. સ્ટાર્ટઅપ પર પણ ઘણું નોંધપાત્ર કામ કરવામાં આવ્યું છે. ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, આપણે ઘણી આફતો જોઈ છે, આપણે પૂર, દુષ્કાળ, ભૂકંપ જેવી આફતોનો ભૂતકાળમાં ખુબ હિમ્મતપૂર્વક સામનો કર્યો છે. પણ આ (કોરોના વાયરસ) આફત નથી જોઈ. આ એક અદ્રશ્ય આફત જે જેનો તંત્ર કે સમય માનવી કોઈને પણ અનુભવ નથી. આપણી વિવેકબુદ્ધિ અને
ડહાપણ દ્વારા જ આ આફતને કેવી રીતે આપણે તકમાં ફેરવી શકાય તે જ આપણી સૌનું ફરજ અને કર્તવ્ય છે. તેઓએ જણાવ્યું હતું કે સ્ટાર્ટઅપ એટલે શું ? સમસ્યાનું સગવડતા સાથે સમાધાન કરવું તેનું નામ સ્ટાર્ટઅપ. સંશોધનનું બીજું નામ એટલે સ્ટાર્ટઅપ. આજે વિશ્વના અગ્રણી દેશો પણ કોરોના સામે લડવા માટે ફાંફા મારે છે જયારે ભારત એક આશાવાદી દેશ છે જે આ સમસ્યા સામે લડવા સક્ષમ છે. આપનો દેશ એ ઋષિમુનિઓ અને પ્રાચીન ખજાનાઓનો દેશ છે.
સ્ટાર્ટઅપ એટલે ઉમદા વિચાર.
વધુમાં જણાવ્યું હતું કે,
આપણે તમામ પોલીસ મિત્રો, આરોગ્ય, સફાઈ કર્મચારીઓને આદરપૂર્વક જોવું જોઈએ અને તેમનો આભાર વ્યક્ત કરવો જોઈએ. આપણે લોકડાઉનનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ. આ સમય નો ખુબ સારી રીતે સદુપયોગ કરવો જોઈએ. સંશોધન કરીને,દ્રઢ સંકલ્પ કરવો જોઈએ.
ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ એજયુકેશનમાં રિસર્ચ એલિમેન્ટ પર ભાર આપ્યો હતો. તેઓએ ફેક્લટી મેમ્બર્સને ઓનલાઇન બૂક્સ, મેગેઝીન, પુસ્તકો, ઉમદા વ્યક્તિઓના જીવન
પરિચય વિગેરે માધ્યમથી પ્રેરણા લઈને રિસર્ચ કરવા અંગે અપીલ કરી હતી. સમર્ગ સંવાદ ખુબ જ પ્રેરણાત્મક અને ઉર્જાપૂર્ણ રહ્યો હતો.
કાર્યક્રમના અંતે, યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ આદિ જૈને ભુપેન્દ્રસિંહ ચુડાસમાને પોતાનો અમૂલ્ય સમય અને મહત્વપૂર્ણ વિચારો રજુ કરવા બદલ યુનિવર્સિટી તરફથી ખુબ આભાર વ્યક્ત કર્યો હતો. 

Download Our B K News Today App



Related News