હોસ્પિટલમાં આગના બનાવ બાદ ગાંધીનગર ફાયર વિભાગે ૪૨૮ એકમોને નોટિસ ફટકારી હતી ફાયર વિભાગની લાલ આંખ ઃ અભિષેક બિલ્ડીંગ સીલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-15 11:00:13
  • Views : 257
  • Modified Date : 2020-12-15 11:00:13

રાજ્યની હોસ્પિટલોમાં આગના બનાવો બની રહ્યા છે. માલિકો અને સંચાલકો સરકારના નિયમોના ડુચા બનાવી રહ્યા છે. ત્યારે નીતિ નિયમોને ખિસ્સામાં રાખીને કામગીરી કરી રહ્યા છે.
પરિણામે ભોળા નાગરિકો તેનો ભોગ બની રહ્યા છે. ગાંધીનગર શહેરમાં ૪૨૮ જેટલા એકમોને ગાંધીનગર ફાયર વિભાગ દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. પરંતુ સંચાલકો અને માલિકોએ નોટિસની અવગણના કરતા ફાયર વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. આજે સોમવારે શહેરના સેક્ટર ૧૧માં આવેલા અભિષેક બિલ્ડિંગને સીલ મારતા ખળભળાટ મચી ગયો હતો.
ગાંધીનગર શહેરમાં જાડી ચામડીના થઈ ગયેલા બિલ્ડરો, હોસ્પિટલના માલિકો, શાળાના સંચાલકો અને કોમર્શિયલ બિલ્ડીંગના માલિકો એક પણ નીતિ નિયમનું પાલન કરતા હોતા નથી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવે એટલે ઉપર બેઠેલા
આકાઓને ફોન કરતા હોય છે ત્યારે ગાંધીનગર મહાનગર
પાલિકા વિસ્તારમાં ફાયર વિભાગ દ્વારા ૪૨૮ નોટિસ ફટકારવામાં આવી હતી, તેમ છતાં માલિકો સમયસર જાગ્યા ન હોતા. જેને લઈને આજે ગાંધીનગર ફાયર વિભાગ દ્વારા સેક્ટર ૧૧ સીલીંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અભિષેક બિલ્ડિંગમાં આવેલી ઓફિસમા ફાયર વિભાગે સીલ માર્યા હતા અને નોટિસો ચોટાડી હતી.

Download Our B K News Today App



Related News