રાત દિવસ મહેનત કરતા કોરોના યોદ્ધાઓને બાળકોએ ચિત્ર દોરી પાઠવ્યા અભિનંદન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-06 12:09:10
  • Views : 382
  • Modified Date : 2020-04-06 12:09:10

કોરોના વાયરસના સંક્રમણમાં હાલ પોલીસ અને ડોક્ટરો આપણું ખુબ જ ધ્યાન રાખે છે. તેમનો આભાર
આપતા બાળકોએ ચિત્રો બનાવ્યા હતા. તેમજ લોકોએ
પણ તેમને સાથ આપવો જોઈએ જેથી કોરોનાની લડાઈમાં જીત મેળવી શકાય. કોરોના વાયરસને લઈને સમગ્ર વિશ્વ ચિંતીત ભારતમાં કોરોનાને લઈને ૨૧ દિવસનું લોકડાઉન કરતા અને કોરોના પોઝીટીવ કેસ આવતા તબીબો જીવના જોખમે સેવા કરી રહ્યા છે. ત્યારે પોલીસ પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવી લોકોને ઘર બહાર ન નીકળે તે માટે ખડેપગે સેવા બજાવી રહ્યા છે ત્યારે ડીસાના ચાહત બંગલોઝમાં રહેતા બાળકોએ પોલીસ અને તબીબોનો આભાર માનતા
પોસ્ટરો બનાવ્યા છે. આ બાળકો ઘરમાં બેસી સમયનો સદઉપયોગ કરવાની સાથે પોલીસ અને તબીબોનો જુસ્સો પણ વધારી રહ્યા છે. આ બાળકોએ આભાર
પોલીસ અંકલ, આભાર ડોકટર અંકલના પોસ્ટરો બનાવી આભાર વ્યક્ત કર્યો છે .સાથે એ પણ ચિંતા કરી રહ્યા છે કે પોલીસ અને તબીબોને સાથ આપો એ લોકો
પરિવારને છોડીને લોકોની ચિંતા કરે છે, એમનો પરિવાર સુરક્ષિત રહે તેવી બાળકોએ પ્રાર્થના પણ કરી છે ત્યારે આ બાળકોના
પોસ્ટરો આમ જનતાને ઘણું બધુ કહી જાય છે.

Download Our B K News Today App



Related News