વડોદરામાં યુવકની હત્યાનો મુખ્ય આરોપી અભિજિત સારો ક્રિકેટર, 135ની સ્પીડનો ધારદાર બોલર છે, હાર્દિક પંડ્યા સહિતના ક્રિકેટરો સામે નેટ્સમાં બોલિંગ કરી છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-03 12:01:40
  • Views : 347
  • Modified Date : 2021-01-03 12:01:40

    થર્ટી ફર્સ્ટે પાદરાના ઘાયજના તબેલામાં યોજાયેલી દારૂ - ચીકનની પાર્ટીમાં ભાઇગીરી મામલે વડોદરાના 10 યુવકો વચ્ચે તકરાર થઇ હતી. જેમાં નવાપુરાના 18 વર્ષીય યુવકની હત્યા કરાઇ હતી. આ હત્યા કેસનો આરોપી અભિજિત ઉર્ફે અભિ આનંદ (રહે. અમૃત નગર, લક્ષ્મીપુરા- ગોરવા રોડ) સારો ફાસ્ટ બોલર છે જાણીતા ક્રિકેટરો તેની બોલિંગ પર બેટિંગ પ્રેક્ટિસ કરી ચૂકયા છે. જોકે સ્થાનિક કોચે તેને ઓળખવા ઇનકાર કર્યો હતો.

    સૂત્રો મુજબ 135ની સ્પીડે ફાસ્ટ બોલિંગ કરતો અભિ વડોદરા આવેલાં ભારતીય ક્રિકેટ ટીમના જાણીતા બેટસમેનને નેટમાં બેટિંગ પ્રેક્ટિસ દરમિયાન બોલિંગ કરતો હતો. જેમાં ચેતેશ્વર પૂજારા, હાર્દિક, કુણાલ પંડ્યા અને દીપક હુડાની બેટિંગ પ્રેક્ટિસ દરમિયાન નેટમાં બોલિંગ કરી હોવાનું કહેવાય છે. નશો નાશનું મૂળ છે તેમ દારૂના રવાડે ચઢેલો અભિ આજે આરોપી બનીને પોલીસના પાંજરામાં ઉભો છે. જાણીતા ક્રિકેટરોને જોવા કે ઓટોગ્રાફ લેવા ફેન ઘેલા બની જતાં હોય છે. ત્યારે પોતાની બોલિંગ પર જાણીતા ક્રિકેટરોએ પ્રેક્ટિસ કરી અને તેની સાથે ફોટોગ્રાફ પણ પડાવ્યા છે.પાદરા હત્યા કેસ ઉપરાંત અગાઉ ઇલોરાપાર્કમાં થયેલી માથાકૂટમાં અભિએ ત્રણ જણા પર ખંજરથી હુમલો કર્યો હતો. જેટલી ધારદાર તે બોલિંગ કરી શકે છે તેટલી ધારદાર રીતે હવે હુમલો કરી રહ્યો હોવાનું બે કિસ્સા પરથી ફલિત થઇ રહ્યું છે. ગોરવા વિસ્તારમાં તેની છાપ ધીમે ધીમે માથાભારે તત્વ હોવાની બની રહી છે.


    નશાની લતે ચઢેલા અભિની નાની વાતમાં એકદમ ગુસ્સે ભરાઇને હુમલો કરી દેવાની ટેવ તેને ક્રિકેટના પ્રેમને બદલે ગુનાખોરીના રવાડે ચડાવી રહી છે. ઘાયજના તબેલામાં પણ ભાઇગીરીના મામલે થયેલી ચડસાચડસીમાં થયેલી મારામારીમાં નવાપુરાના યુવકની હત્યા કરી દેવાઇ હતી.પાદરા હત્યા કેસના આરોપી અિભજિતને ક્રિકેટનો ભારે ક્રેઝ હતો. જયદેવ ઉનડક્ટ અને ઓલરાઉન્ડર હાર્દિક પંડયા સાથે અભીની તસવીરો તેના ક્રિકેટ પ્રેમ પ્રત્યેની ગવાહી આપે છે.




Download Our B K News Today App



Related News