ડીસા ના ભોપાનગર નજીક આવેલ આંબેડકર નગર માંથી ૧૦ વર્ષીય કિશોર નું અપરહણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-16 11:42:04
  • Views : 240
  • Modified Date : 2022-06-16 11:42:04


ડીસા ના ભોપાનગર ખાતે આવેલા આંબેડકર નગર ખાતે એક ૧૦ વર્ષીય કિશોરનું  અજાણ્યા ઈસમો અપરહણ કરતા મામલે કિશોર ના પિતા ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે


ડીસાના ભોપાનગર ખાતે રહેતા નટવરલાલ ભીખાલાલ સોલંકી ભાવનગર ખાતે રેલવે પ્રોટેક્શન ફોર્સમાં નોકરી કરે છે અને છેલ્લા એક માસથી ડીસા ખાતે  રહે છે..નટવરલાલને બે દીકરા છે જેમાં મોટો દીકરો લક્સ જેની ઉંમર ૧૧ વર્ષ અને નાનો દીકરો દિવ્ય ઉર્ફે ગોલી જે ૧૦ વર્ષ નો છે. નટવરભાઈનો નાનો દીકરો ગોલી આંબેડકર નગર ખાતે રહેતા તેમના ભાઈ કિશોરભાઈને ત્યાં ગયેલો અને બીજા દિવસે નટવરભાઈ તેમના મોટા દીકરા લક્સને તેમને ભાઈને ત્યાંથી ગોલીને લેવા માટે મોકલેલ જોકે લક્સ આબેન્ડકર નગરમાં જઈ ને પરત આવેલો અને કહેવા લાગેલ કે ગોલી ત્યાં નથી  જેના પગલે નટવરભાઈ પોતે ટેલિફોન કરી તેમના ભાભીને ગોલી વિશે પૂછતાં તેમને કહેલ કે ગોલી તો અહીંથી નીકળી ગયો છે જેથી નટવરભાઈ પોતે તેમના ભાઈને ત્યાં ગયેલા અને તેમના ભત્રીજા ને ગોલી બાબતે પૂછતાં  જણાવેલ કે મેં ગોલી ને ૧૧ વાગે ટી વી ચાલુ કરી આપેલ અને તે ટી વી જોતો હતો અને હું ન્હાવા ગયેલ અને પરત આવતા ગોલી દેખાયેલ નહિ જેથી મને એમ કે તમારા ત્યાં આવી ગયો હશે જોકે વાતને પગલે નટવરભાઈ અને પરિવારજનોએ આસપાસના વિસ્તાર માં શોધખોળ કરેલ અને સગા સબન્ધીને પણ પૂછતાં ગોલી  ઉર્ફે દિવ્યનો ક્યાંય પતો લાગેલ નહિ જેથી નટવરભાઈએ મામલે ડીસા દક્ષિણ પોલીસ મથકે તેમના ૧૦ વર્ષીય દીકરા ગોલી ઉર્ફે દિવ્યને કોઈ અજાણ્યો ઇસમો અપરહણ કરી ગયો હોવા બાબતે પોલિસ ફરિયાદ નોંધવાતા પોલીસે તેમની ફરિયાદ આધારે અજાણ્યા ઈસમો સામે કિશોરનું અપરહણ કરવા બાબતે  ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Download Our B K News Today App



Related News