રામબાણ આયુર્વેદિક ઔષધ ભંડાર અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા આયુર્વેદિક ઔષધીય ઉકાળાનું વિતરણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-14 17:04:37
  • Views : 447
  • Modified Date : 2020-06-14 17:04:37

આયુર્વેદિક ઔષધીય ઉકાળાનું વિતરણ આજે સવારે ડીસા તાલુકાના આસેડા ગામમાં બનાસડેરીના પ્રાંગણમાં આશરે 2500 થી વધારે માણસોને રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે immunity booster તરીકે આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. અત્યારે દેશ અને દુનિયામાં કોરોના નામની મહામારી બીમારી ચાલી રહી છે ત્યારે આ બીમારી માટે આજ દિન સુધી કોઈ દવા કે વેક્સિન શોધાયું નથી ત્યારે દેશના પ્રધાન સેવક અને આયુસ ડિપાર્ટમેન્ટ પણ સ્વદેશી ઋષિ-મુનીઓની અનમોલ ભેટ એવા આયુર્વેદિક ઔષધીય ઉકાળવા સેવન કરવાનું કહી નિરોગી રહેવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું.આ અનુસંધાને આયુર્વેદિક ઔષધિય જ્ઞાન અને ઉકાળા સામાન્ય જનમાનસ સુધી પહોચી અને નિરોગી રહે આ અનુલક્ષીને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું..

Download Our B K News Today App



Related News