નાંદોત્રા પ્રા.આ.કે.ના વરસડા ખાતે આયુષ્યમાન ભારત અંતર્ગત મેડીકલ કેમ્પનું આયોજન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-04 12:25:23
  • Views : 890
  • Modified Date : 2019-05-04 12:25:23

વડગામ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા નાંદોત્રાના વરસડા ગામ ખાતે તા.૩-૫-૨૦૧૯ના રોજ નવિન કાર્યરત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર બાવલચુડી દ્વારા આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. જે કેમ્પમાં જુદા-જુદા રોગોની નિઃશુલ્ક સારવાર તથા યોગ્ય માર્ગદર્શન ડો.નરેન્દ્ર જી.ચૌધરી (કોમ્યુનિટી હેલ્થ ઓ.કિસર) દ્વારા આપવામાં આવે છે. જયારે રજીસ્ટ્રેશન તેમજ લેબોરેટરીને લગતી કામગીરી પી.ડી. ગુજાર તથા એ.જી.ચૌધરી દ્વારા કરવામાં આવે છે. જે કેમ્પમાં કુલ ૧૦૬ જેટલા દર્દીઓની તપાસ કરવામાં આવી હતી.આમ વધુ ૨૪ જેટલા દર્દીઓને તપાસ માટે નાંદોત્રા પ્રા.આ.કે ખાતે  મોકલવામાં આવતા તેમની સારવાર ર્ડા. પ્રકાશ.જી.ચૌધરી (મેડીકલ ઓફીસર) દ્વારા કરવામાં આવી હતી. આ સિવાય કેમ્પમાં ડાયાબિટીસ, કેન્સર, બ્લેડપ્રેશર, સ્વચ્છતા તથા તણાવ મુક્ત રહેવા માટેની પણ પૂરતી સમજ આપવામાં આવી હતી. જે કેમ્પને સરળ બનાવવા માટે ડો.સંજય શાહ, (મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી), ડો મુકેશ ત્રિવેદી (આર.સી.એચ .ઓ), ડો. મહેતા (વડગામ તાલુકા હેલ્થ ઓફિસર) સહિતના ઉપસ્થિત  તમામ તબીબોનો વરસડા ગ્રામજનોએ આભાર વ્યક્ત કર્યો હતો.


Download Our B K News Today App



Related News