ડીસાના નાની આખોલ ગામે યુવકે આત્મહત્યા કરતા ચકચાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-25 07:16:47
  • Views : 581
  • Modified Date : 2019-04-25 07:16:47

ડીસા તાલુકાની નાની આખોલ ગામના સ્મશાન ગૃહમાં ગતરોજ વહેલી સવારે એક ઈસમે અગમ્ય કારણોસર ગળે ટૂંપો ખાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.   બનાસકાંઠા જિલ્લામાં આત્મહત્યાના બનાવમાં દિનપ્રતિદિન ચિંતાજનક વધારો થઇ ગયો છે. ત્યારે ગતરોજ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાની નાની આખોલ ગામના સ્મશાન ગૃહ પાસેથી  પસાર થતા લોકોએ એક ઈસમની લાશ લટકતી જાતા આ બાબતની ગામના સ્થાનિક લોકોને જાણ કરતાં સ્થાનિક લોકો દ્વારા આ વાતની જાણ તાત્કાલિક ડીસા તાલુકા પોલીસને કરવામાં આવી હતી. ડીસા તાલુકા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. આ મરનાર યુવકની તપાસ કરતા રાણાભાઈ વિરાજી માજીરાણા (ઉ.વ.૨૧, રહે. વાડીરોડ, ડીસા) હોવાનું જાણવા મળ્યું હતું. રાણાભાઈ માજીરાણાએ કયા કારણોસર આત્મહત્યા કરી તેનું કાઈ કારણ જાણવા મળ્યું ન હતું. પોલીસે વાલી વારસાનો સંપર્ક કરી આગળની તપાસ હાથ ધરી હતી.


Download Our B K News Today App



Related News