આતંકવાદી હુમલાની દહેશત વધતાં અમીરગઢ બોર્ડર પર ચેકિંગ હાથ ધરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-20 12:08:33
  • Views : 467
  • Modified Date : 2019-08-20 12:08:33

કાશ્મીરમાંથી ૩૭૦મી કલમ હટાવ્યા બાદ આતંકવાદી હુમલાની દહેશત વધી ગઈ છે. જેને પગલે બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ બોર્ડર પર એસ.આર.પી.ની ટુકડી અને બુલેટપ્રુફ જેકેટ સાથે પોલીસ જવાનો તૈનાત કરી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.કાશ્મીરમાં ૩૭૦ની કલમ હટાવ્યા બાદ સમગ્ર દેશમાં આતંકવાદી હુમલાનો ખતરો વધી ગયો છે. એક તરફ કાશ્મીરમાં પરિસ્થિતિ થાળે પડી રહી છે. ત્યારે બીજી તરફ અન્ય રાજ્યમાં આતંકવાદી હુમલાનો ખતરો મંડરાતા ગુજરાતની બોર્ડર પર સઘન સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાછે. જેમાં બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ બોર્ડર પર એક એસ.આર.પી.ની ટૂકડી તૈનાત કરી દેવામાં આવી છે. આ સિવાય રાજસ્થાન તરફથી આવતા વાહનોની પણ સઘન ચકાસણી હાથ ધરવામાં આવી છે. જેમાં પોલીસ અધિકારીઓને પણ  બુલેટપૃફ જેકેટ આપી કોઇપણ પરિસ્થિતિને પહોંચી વળવા સુરક્ષા વધારી દેવામાં આવી છે. 




Download Our B K News Today App



Related News