ગોંડલના આશાપુરા ડેમમાં ડુબી જતા 11 વર્ષના બાળકનું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-15 16:39:28
  • Views : 414
  • Modified Date : 2019-07-15 16:39:28

ગોંડલના જળાશયોમાં નર્મદાના નીર આવ્યા બાદ શહેરીજનો બહોળી સંખ્યામાં આશાપુરા ડેમ ખાતે નહાવા જતા હોય છે ત્યારે પાણી જોઈ ને ઉન્માદ માં આવેલા લોકો ન્હાવા પડતા હોય ટૂંકા સમયગાળા માજ પાણીમાં ડૂબી જવાથી ત્રણ વ્યક્તિઓના ભોગ લેવાય છે. જેમાં આજે એક બાળકનું મોત થયું હતું.પ્રાપ્ત વિગતો મુજબ શહેરના રેલવે સ્ટેશન પાસે આવેલ મફતિયાપરામાં રહેતા શ્રમિક પરિવારના હિતેષ જીતેશભાઈ મકવાણા (ઉ.૧૧) તેમજ તેના મોટોભાઈ પ્રિન્સ (ઉં.૧૩) બપોરના આશાપુરા ડેમમાં નહાવા ગયા હતા. તે દરમિયાન હિતેશ ઉંડા પાણીમાં ગરક થઇ જતાં પાલિકાના ફાયર ફાઈટરો ને જાણ કરાઇ હતી પાલિકાના તરવૈયાઓએ ઊંડા પાણી માં તેની શોધ આદરી હતી અને તેના મૃતદેહ ને બહાર કાઢયો હતો. ઘટના અંગે સીટી પોલીસે તપાસ હાથ ધરી હતી.મૃતક હિતેશ મકવાણા બે ભાઈ અને એક બહેનના પરિવારમાં નાનો હતો અને મજુરી કામ કરી ઘર ગુજરાન ચલાવવામાં પરિવારને મદદ કરતો હતો અકાળે કિશોરનું મોત નીપજતાં પરિવાર શોકમગ્ન બન્યો હતો.અત્રે એ ઉલ્લેખનીય છે કે જળાશયોમાં નર્મદાના નીર આવ્યા બાદ આશાપુરા અને સેતુબંધ ડેમોમાં આ ત્રીજી જિંદગી ડૂબી જવા પામી છે જળાશયોની પાસે ચેતવણી દર્શાવતા બોર્ડ લગાવવાની તાતી જરૂરિયાત છે. પરંતુ પાલિકા તંત્ર દ્વારા આવું અગત્યનું કોઈ કાર્ય કરવામાં આવ્યું નથી અને નિર્દોષ જિંદગી પાણીમાં ગરક થઈ રહી છે.

Download Our B K News Today App



Related News