ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન સાત વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-18 11:06:15
  • Views : 440
  • Modified Date : 2021-02-18 11:06:15

 અધિક પોલીસ મહાનિર્દેશક સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલવે ગુ.રા.ગાંધીનગર નાઓએ આપેલ ડ્રાઇવ આધારે  જે.આર.મોથલીયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ કચ્છ ભુજ તથા પોલીસ અધિક્ષક તરૂણકુમાર દુગ્ગલ  બ.કા. પાલનપુરનાઓ, ડૉ.કુશલ.આર.ઓઝા નાયબ  પોલીસ અધિક્ષક ડીસા વિભાગ ડીસા નાઓના માર્ગદર્શન હેઠળ અમો પો.ઇન્સ. જે.વાય.ચૌહાણ ડીસા ઉત્તર
પો.સ્ટે., અશોકસિંહ મગનસિંહ, ભુરાભાઇ કેવદાભાઈ, શૈલેષકુમાર  ગણપતભાઈ વિગેરે પો.સ્ટાફના માણસો સાથે નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા. તે દરમ્યાન અમોને બાતમી રાહે હકીકત મળેલ કે ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં.૬૨/૨૦૧૪ ઇ.પી.કો. કલમ.૩૨૩,૩૨૪,૫૦૪,૩૩૭, ૧૧૪ મુજબના ગુનાના નાસતા ફરતા આરોપી સુરેશભાઇ પુંજાભાઇ જાતે.દેવીપુજક (વાઘરી) મુળ રહે.ડીસા તા.ડીસા હાલ રહે.બાસ્પા તા.સમી જિલ્લો. પાટણ વાળાની તપાસ કરતા અને તેનો મોબાઇલ નંબર મેળવી મોબાઇલ નંબરનું  લોકેશન બાડમેર (રાજસ્થાન) નું આવતા  જે આધારે અત્રેથી એક ટીમ બનાવી બાડમેર (રાજસ્થાન) મોકલી આપી આરોપીને તા.૧૬/૦૨/૨૦૨૧ ના કલાક.૨૦/૦૦ વાગે કબ્જામાં લઇ સાત વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

Download Our B K News Today App



Related News