પાટણ પેરોલ ફર્લો ટીમે અઢી માસથી ફર્લો રજા ઉપરથી નાસતો ફરતો આરોપી પકડી પાડયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-27 11:09:56
  • Views : 373
  • Modified Date : 2019-04-27 11:09:56

પાટણ પોલીસ અધિક્ષકની સૂચના મુજબ નાસતા ફરતા આરોપી, પૅરોલ-ફર્લો તથા  વચગાળાના જામીન ઉપરથી ફરાર આરોપી પકડવાની કામગીરી પાટણ પેરોલ ફર્લો ટીમના પી.એસ.આઈ. એસ.બી.ગઢવીને સોંપવામાં આવતા તેઓએ પોતાની ટીમના  સંતોષસિંહ, દલપતભાઈ, દશરથજી,   રમેશભાઈ, કિરીટભાઈ સહિત ટીમના માણસો સાથે ચોક્કસ બાતમી આધારે ચાણસ્મા પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં ૧૮૬/૧૪ ઈ.પી.કો કલમ ૩૦૨ વિગેરે મુજબના કામે આજીવન કેદની સજા ભોગવતા અને ફર્લો રજા ઉપરથી છેલ્લા અઢી માસથી ફરાર આરોપી હડીયોલ કિશોરજી વિક્રમજી રહે. લણવા, તા.ચાણસ્મા જી.પાટણ વાળો બાતમી મુજબ લણવા મુકામેથી મળી આવતા શુક્રવારના સીઆરપીસી કલમ ૪૧(૧) એ, સી  મુજબ અટક કરી બાકીની સજા ભોગવવા માટે મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો.


Download Our B K News Today App



Related News